જિલ્લા સમાહર્તા દ્વારા વિવિધ જાહેરનામા જારી કરાયા
ભુજ : કચ્છમાં કાયદો - વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસિયા દ્વારા વિવિધ જાહેરનામા અમલી બનાવાયા છે, જે અંતર્ગત ડિસ્ટ્રીબ્યુટરોએ સીમકાર્ડના વેચાણનું રજિસ્ટર નિભાવવા, લેબર કોન્ટ્રાક્ટરોએ નોંધણી કરાવ્યા સિવાય ઔદ્યોગિક એકમોને મજૂરો પુરા પાડવા નહીં, જૂના મોબાઈલ લે-વેચ કરતા વેપારીઓએ રજિસ્ટર નિભાવવા, કચ્છમાં ખાનગી ટ્યુશન ક્લાસિસ સવારે ૮ થી સાંજે ૭ સુધી કાર્યરત રાખવા, લેબર કોન્ટ્રાક્ટરોએ મજૂરોને પાણી, વીજળી, રહેણા, શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા, હોટલ સંચાલકોએ મુસાફરોની આવન-જાવનનું રજિસ્ટર નિભાવવા અને પથિક સોફટવેરમાં એન્ટ્રી કરવા, હોટલ, ગેસ્ટહાઉસ, ધર્મશાળા, મુસાફરખાનામાં આવતા-જતા પ્રવાસીઓનું રજિસ્ટર નિભાવવા, વેપારીઓએ જૂના-નવા વાહનોના વેચાણ અંગેનું રજિસ્ટર નિભાવવા, પોલીસને જાણ કર્યા વગર કોઈને મકાન ભાડે ન આપવા, કચ્છના ટ્રાન્સપોર્ટ ઓપરેટરોએ રાજ્ય - જિલ્લાના બહારના ડ્રાઈવર - ક્લીનરોને નોંધણી કરાવ્યા સિવાય કામે ન રાખવા, નગરપાલિકાઓના અધિકૃત વિસ્તાર સિવાય ઘાસચારાના વેચાણ પર પ્રતિબંધ, કચ્છના કેબલ ઓપરેટરોને બીએસએનએલ અને પીજીવીસીએલના થાંભલાનો ઉપયોગ ન કરવા, સૈન્યના વસ્ત્રો કે અન્ય ચીજવસ્તુઓનું બિનઅધિકૃત રીતે વેચાણ ન કરવા, કચ્છના મહત્ત્વના સ્થાનો પર સીસી ટીવી કેમેરા લગાડવા, કચ્છના ૮ જેટલા ટોલપ્લાઝા પર ટોલટેક્ષ ચૂકવીને વાહન પસાર કરવા, બોર-ટ્યુબવેલના બાંધકામ અંગે પ્રતિબંધારત્મક હુકમોનું પાલન કરવા, કચ્છના માનવ વસાહત રહિત ર૧ જેટલા ટાપુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. આ તમામ જાહેરનામા તા.ર૮-૭ સુધી અમલમાં રહેશે.
---

Comments