કચ્છમાં ઉંદર પકડવાની જાળનાં ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ
ભુજ - કચ્છઉદય : સંયુક્ત પશુપાલન નિયામક, ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરરની સુચના અનુસાર ઉંદર પકડવાની જાળ જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી તરીકે પણ ઓળખવામાં આવે છે તે ઘાતક અને પ્રતિબંધિત છે. જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર ગ્લુટ્રેપ વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે ત્યારે ગુંદરની જાળમાં પકડાયા પછી પોતાની રીતે મુક્ત થવામાં અસમર્થ છે, જેનાં પરિણામે ડિહાઈડ્રેશન, ભુખમરો અને ગુંગળામણનાં કા૨ણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે, જેથી કચ્છ વિસ્તારમાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) નાં ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતુ જાહે૨નામુંં જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જારી કરાયું છે. આ જાહેરનામાનો ભંગ ક૨ના૨ વ્યક્તિ ભા૨તીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
----------

Comments