Trending News
સ્થાનિક સમાચાર

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ત્રણ જાહેરનામા અમલી

04 June



ભુજ : કચ્છમાં કાયદો - વ્યવસ્થા જળવાઈ રહે તેમજ જિલ્લાની સરકારી કચેરીઓમાં કામસર આવતા લોકોને કોઈ અગવડ ન પડે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફરી ત્રણ જાહેરનામા અમલી બનાવાયા છે, જે અંતર્ગત જિલ્લા - મધ્યસ્થ તાલુકા સેવા સદનના પરિસરની ૧૦૦ મિટરની ત્રિજ્યામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ પર બેસવા મનાઈ ફરમાવાઈ છે. આ ઉપરાંત ભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ અને જિલ્લાની સરકારી કચેરીઓમાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર રોક લગાવાઈ છે. આ ત્રણેય જાહેરનામા તા.૯-૬ સુધી અમલી રહેશે.
---- 

Comments

COMMENT / REPLY FROM