Trending News
સ્થાનિક સમાચાર

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા નવનિયુકત અધિકારી અને પદાધિકારીની શુભેચ્છા મુલાકાત લેવાઈ

04 June



ભુજ - કચ્છઉદય : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - કચ્છના તમામ સંવર્ગના હોદેદારો દ્વારા નવનિયુકત પ્રમુખ, ઉપપ્રમુખ અને  કલેકટરની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા નવનિયુક્ત કચ્છ જિલ્લા પંચાયતના  પ્રમુખ પ્રભાબેન હુણ, ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા અને કચ્છ  જિલ્લા નવનિયુકત કલેક્ટર અનિલભાઈ રાણાવસીયાની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન સૌ પ્રથમ તેમનું ભારતમાતાની છબી અને સંગઠનના પુસ્તક વડે સન્માન કરી સંગઠનની ગતિવિધિઓથી તેમને માહિતગાર કરાયા હતા. ત્યારબાદ જિલ્લા અધિક નિવાસી કલેકટર દીપેનભાઈ ચૌહાણને વસ્તી ગણતરી સંદર્ભે કચ્છ જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીસંજયભાઈ પરમારની મુલાકાત લઈ શિક્ષકોના વિવિધ પ્રશ્નો અંગે રજુઆત કરાઈ હતી. આ તકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ઉપાધ્યક્ષ મૂળજીભાઈ ગઢવી, એચ.ટાટ પ્રાંત મંત્રી અમરાભાઈ રબારી, સૌરાષ્ટ્ર સંભાગ સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલ, રાજય પ્રતિનિધિ રામસંગજી જાડેજા, ઉ.માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા, માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ જાડેજા, પ્રાથમિક સંવર્ગ મહામંત્રી મયુરભાઈ પટેલ, પ્રચાર પ્રમુખ તરુણભાઈ શાહ, એચ.ટાટ મહામંત્રી રોહિભાઈ રાજગોર, પ્રાથમિક ગ્રાન્ટેડ રાજય પ્રતિનિધિ તિમિરભાઈ ગોર અને મનુભા સોઢા સહિતના હોદ્દેદારો જોડાયા હતા તેવું પ્રચાર પ્રમુખ તરુણભાઈ શાહની યાદીમાં જણાવાયું હતું. 
----

Comments

COMMENT / REPLY FROM