Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ફરી બાંગ્લાદેશી ઘુસપેઠીયાઓ ઝડપાયા?  આઈબી કેમ અંધારામાં? ભ્રષ્ટ બનીબેઠલ પીઆઈનો લ્યો કડક ઉધડો!

04 June

દેશહિત જાય તેલ લેવા-મને મારા બેનામી ધંધાઓમાં જ રસ છે?આમ કોણ વર્તે છે?




આ બની બેઠલ ભ્રષ્ટ પીઆઈ અમિત જેવા ડીઝલ દાણચોરો સાથે એમએમઓની આડમાં ડીઝલ સ્મગલીંગ, તેના બેનામી ધંધાઓ, અડ્ડા-પોઈન્ટ ધમધમાવવા, લાકડાના ભુસ્સાનો બેનામી વ્યાપાર, યુરીયા ખાતરની ગેરકાયદેસર હેરફેર, કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં બેનામી રકમોથી યુનિટ લેવાના હવાતીયાઓ મારવામંથી નવરો પડે તો દેશહિતના વિષયોનું વીચારે ને? : 


ઉચ્ચ અધિકારીઓ, વિજિલન્સ અને સરકારે આ બની બેઠલ ભ્રષ્ટ પીઆઈ જેવાઓની બેનામી સંપત્તીઓની કરવી જોઈએ સરપ્રાઇઝ તપાસ? 
આંખ ફાટી જાય તેટલા મોટા દલ્લા થશે બરામદ..!



કચ્છ જેવા પાકીસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા સીમાવર્તી વિસ્તારમાં ગુપ્તચર સંસ્થા-આઈબીની ભુમિકા ખુબજ મહત્વપૂર્ણ બની રહે છે, ફરી ફરીને બાંગ્લાદેશીઓ રાજય સ્તરેથી જ ઉપાડેલા અભિયાનમાં પકડાય તો સ્થાનિકે બની બેઠલ ભ્રષ્ટ પીઆઈ શું અગરબત્તી કરવા જ રાખ્યા છે?

છ-આઠ માસ પહેલા જ સરકારે બાંગ્લાદેશીઓ સામે તવાઈ બોલાવી તે વખતે પણ આઈબી ઉંધતુ રહ્યુ અને મુંદરામાથી બાંગ્લાદેશીઓ ઝડપાયા, હાલમાં પણ સરકારે ઓપેરેશન ડેલ્ટા આદરી બાંગ્લાદેશી ઘુસપેઠીયાઓની ઝુંબેશ ચલાવી તો પૂર્વ કચ્છમાથી ૩પ જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા, ટુંકાગાળામાં બે વખત રાજય કક્ષાએથી બાંગ્લા દેશીઓ પકડાયા તો આ બની બેઠેલ ભ્રષ્ટ ધંધાકીય હિતો ધરાવતા પીઆઈના કેમ ન લેવાય પુછાણા? શા માટે તેમને આ બાંગ્લાદેશી પનાહ લઈ રહ્યા હોવાની ગંધ ન આવી? શું આઈબી વિભાગની તેમાં કોઈ જ જવાબદારી નથી બનતી?



ગાંધીધામ : અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા બાદ ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં વિશેષ અભિયાન ચલાવી ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. તે સમયે પણ કચ્છમાંથી અનેક બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા હતા. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે થોડા સમયના અંતરે ફરી એકવાર રાજ્યવ્યાપી ઝુંબેશ દરમિયાન પૂર્વ અને પશ્ચિમ કચ્છમાંથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો મળી આવ્યા છે. આ માત્ર પોલીસ કાર્યવાહીનો વિષય નથી, 
પરંતુ સમગ્ર સુરક્ષા અને દેખરેખ વ્યવસ્થાના મૂલ્યાંકનની માંગ કરતો મુદ્દો છે.અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો મળી આવ્યા બાદ રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં વિશેષ ઝુંબેશ ચલાવી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. તે સમયે પણ કચ્છના વિવિધ વિસ્તારોમાંથી અનેક શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા હતા. જોકે આ ઘટનાને હજુ બહુ સમય વીત્યો નથી ત્યાં ફરી રાજ્યવ્યાપી ઓપરેશન ડેલ્ટા  અભિયાન દરમિયાન પૂર્વ અને પશ્ચિમ કચ્છમાંથી 
નોંધપાત્ર સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાતા સમગ્ર સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.કચ્છ દેશના સૌથી સંવેદનશીલ સરહદી જિલ્લાઓમાંનો એક છે. પાકિસ્તાન સાથે જોડાયેલી દરિયાઈ અને જમીની સરહદો, કંડલા અને મુન્દ્રા જેવા વ્યૂહાત્મક બંદરો તથા મહત્વના ઔદ્યોગિક વિસ્તારોને કારણે અહીં સુરક્ષા અને ગુપ્તચર તંત્રની જવાબદારી અન્ય જિલ્લાઓની સરખામણીએ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. આવા વિસ્તારમાં વારંવાર ગેરકાયદેસર રીતે વિદેશી નાગરિકો ઝડપાય તે બાબત સામાન્ય ઘટના તરીકે જોઈ શકાય તેમ નથી. અહી સવાલ થઈ રહ્યો છે કે, રાજય કક્ષાના અભિયાન બાદ આવા શખ્સો પકડાય છે તો આઈબી વિભાગ કયાં છે? શું કચ્છમાં આઈબી વિભાગ જેવી કોઈ કચેરી, અધિકારી, સ્ટાફ જ તૈનાત કરવામાં  નથી આવ્યો? જાણકારો કહી રહ્યા છે કે, રાષ્ટ્રહિત અને આંતરિક સુરક્ષા સાથે સંકળાયેલા મુદ્દાઓ અંગે આગોતરી માહિતી એકત્રિત કરી સંબંધિત એજન્સીઓ અને પોલીસ તંત્રને સતર્ક કરવું ગુપ્તચર તંત્ર(આઈબી)ની મહત્વની જવાબદારી ગણાય છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો કચ્છમાં વસવાટ કરતા હતા તો તેની જાણકારી અગાઉથી કેમ સામે આવી નહીં? શું સ્થાનિક સ્તરે દેખરેખ વ્યવસ્થામાં કોઈ ખામી રહી ગઈ હતી કે પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે જરૂરી ગંભીરતા દાખવવામાં આવી ન હતી? જાણકારો કહી રહ્યા છે કે, ભ્રષ્ટ બની બેઠેલ પીઆઈ ડિજલ દાણચોર અમિતની ગેંગમાં ભાગબટાઈ ધરાવતા ધંધામાં રચ્યાપચ્યા હોય, યુરીયા ખાતરની ગેરકાયદેસર હેરફેર નેટવર્કનો ભાગ હોય, લાકડાના ભુસ્સાના બેનામ ધંધાઓ કરી ચુકયા હોય, કાસેઝમાં આવા કાળાનાણાથી યુનિટો લઈ ત્યાં પણ સિગારેટ જેવા ધંધાઓ ચાલુ કરવાનાહવાતીયા મારવામાજ વ્યસ્ત હોય તો પછી રાષ્ટ્રહિતના મુદાઓ માટે તેને સમય મળે કયારે? આ સમગ્ર ઘટનાક્રમ બાદ રાજ્ય સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કચ્છના સુરક્ષા માળખાની સમીક્ષા કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. માત્ર ઘૂસણખોરોને ઝડપી પાડવા પૂરતું નથી, 
પરંતુ તેઓ અહીં સુધી કેવી રીતે પહોંચ્યા, ક્યાં રહેતા હતા, કોની મદદથી ઓળખ છુપાવી રહ્યા હતા અને સ્થાનિક સ્તરે તેમને કોણે આશ્રય કે સહાય પૂરી પાડી હતી તેની પણ ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે.કચ્છ જેવા સરહદી જિલ્લામાં રાષ્ટ્રસુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓમાં કોઈપણ પ્રકારની બેદરકારી દેશહિત માટે ચિંતાજનક બની શકે છે. તેથી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ અભિયાનને આવકારતા હવે જરૂરી બન્યું છે કે સમગ્ર પ્રકરણમાં જવાબદારી નક્કી કરવામાં આવે, સુરક્ષા અને ગુપ્તચર તંત્રની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે વધુ અસરકારક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તથા કરોડોના બેનામી ધંધાકીય હિતોમાં જ પરોવાઈ ગયેલા  બની બેઠેલ ભ્રષ્ટ પીઆઈનો આ બાબતે ગાંધીનગર કક્ષાએથી કડક રાહે નમાત્ર પુછાણું લેવુ જોઈએ પરંતુ નેગ્લેજન્સી દાખવવા બદલ તેની સામે ધાક બેસાડતા પગલા પણ લઈ દેખાડવા જ જોઈએ.

............................

સવાલોનો મારો... : કોણ લેશે જવાબદારી?

૧. અમદાવાદના ચંડોળા તળાવ પ્રકરણ બાદ સમગ્ર ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, તો પછી થોડા જ સમયમાં કચ્છમાંથી ફરી મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો કેવી રીતે ઝડપાયા? ૨.  સરહદી અને અતિસંવેદનશીલ કચ્છ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પ્રવેશી રહેતા હતા તો સંબંધિત ગુપ્તચર એજન્સીઓને તેની અગાઉથી જાણ કેમ ન થઈ? ૩. કચ્છમાં રાષ્ટ્રવિરોધી અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે માહિતી એકત્રિત કરવાની જવાબદારી ધરાવતા આઈબી જેવાવિભાગોએ આગોતરા ઇનપુટ્‌સ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રને આપ્યા હતા કે નહીં? ૪. જો ઇનપુટ્‌સ આપવામાં આવ્યા હતા તો તેના આધારે કાર્યવાહી કેમ ન થઈ અને જો આપવામાં ન આવ્યા હોય તો જવાબદારી કોની નક્કી થશે? પ. કચ્છ જેવા સરહદી જિલ્લામાં ઘૂસણખોરી, ગેરકાયદેસર વસવાટ અને દસ્તાવેજી ગોટાળાઓ અંગે નિયમિત સર્વેલન્સ અને વેરિફિકેશન પ્રક્રિયા કેટલી અસરકારક છે? ૬.  બાંગ્લાદેશી નાગરિકોને સ્થાનિક સ્તરે રહેઠાણ, રોજગાર અથવા ઓળખના દસ્તાવેજો મેળવવામાં કોની મદદ મળી રહી હતી? ૭.  રાજ્યવ્યાપી અભિયાન બાદ પણ ફરી મોટી સંખ્યામાં ઘૂસણખોરો ઝડપાય છે તો શું અગાઉની કાર્યવાહીમાં કોઈ કચાશ રહી ગઈ હતી? ૮. સરહદી કચ્છમાં દરિયાઈ માર્ગ, ઔદ્યોગિક વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં ગુપ્તચર દેખરેખ વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત નથી શું? ૯. બાંગ્લાદેશી ઘૂસણખોરો પકડાયા બાદ તેમની સ્થાનિક કડીઓ, મદદગારો અને આશ્રયદાતાઓ સુધી તપાસ પહોંચશે કે માત્ર ઘૂસણખોરોને પકડીને કાર્યવાહી પૂર્ણ માનવામાં આવશે? ૧૦. કચ્છમાં કાર્યરત તમામ સંવેદનશીલ વિભાગોની કામગીરીનું ઉચ્ચ સ્તરીય ઓડિટ કરી જવાબદારી નક્કી કરવામાં આવશે? ૧૧. સરહદી જિલ્લાના સુરક્ષા માળખામાં ક્યાં ખામીઓ રહી ગઈ કે જેના કારણે વારંવાર આવા તત્વો ઝડપાઈ રહ્યા છે? ૧ર. રાષ્ટ્રસુરક્ષાને અસર કરતા આવા મુદ્દાઓમાં માત્ર પોલીસ કાર્યવાહી પૂરતી છે કે પછી સમગ્ર ગુપ્તચર અને દેખરેખ વ્યવસ્થાની પણ સમીક્ષા થવી જોઈએ?

Comments

COMMENT / REPLY FROM