Trending News
ક્રાઈમ

મુંદરા કોકેઈન કાંડ : ગુમસુદા ડ્રગ્સ પેડલર કયા ગુમ થઈ ગયો? દરીયો ગરકી ગયો કે આકાશ ખાઈ ગયું? કેમ હજુ ગુમ ?

04 June

ન તો પોતે મળ્યો કે, ન તો તેનો મૃતદેહ મળ્યો? રહસ્ય શું?




મુંદરાના દરિયામાં કુદેલો વિદેશી નાગરીક અઠવાડિયા પછી પણ લાપતા

એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે ૧૧૮૦ કરોડનું ડ્રગ્સ પકડયું ત્યારે આરોપી દરિયામાં પેકેટ સાથે કુદયો હતો : પેકેટ પણ ન મળ્યા અને આરોપી પણ હજુ સુધી ન મળ્યો 


દિલ્હીમાં આ ડ્રગ્સ લેવા આવનારા રીસીવર પણ પકડાઈ ગય છે, ત્યારે હવે લોકલ કડીઓના મોટા નેટવર્ક પરથી ચોકકસથી પડદો ઉચકાવાવે જ જોઈએ ? એનઆઈએ તપાસ કરે છે એટલે ટેરર ફડીંગ-હવાલા કૌભાંડની દ્રષ્ટીએ પણ તપાસ કરાશે : એનસીબી-એનઆઈએ દ્વારા લોકલ બોટમાં આ કોકેઈન લઈ જવા કચ્છમાથી કે ગુજરાતમાથી કોણ મદદ કરનાર હતુ? તેના પણ ચહેરાઓ વેળાસર કરવા ઘટે બેનકાબ? સ્થાનિકે લોકલ સપોર્ટ વગર કરોડોના ડ્રગ્સની હેરફેર સંભવ ન બને?



ભુજ - કચ્છઉદય : અઠવાડિયા અગાઉ મુંદરાના દરિયામાં ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન કરીને નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ૧૧૮૦ કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું.  જે તે સમયે બોટમાંથી એક અને દિલ્હીથી બે એમ ત્રણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. બોટમાં કુલ્લ બે લોકો હતા, જેમાંથી એક વ્યક્તિ ત્રણ પેકેટ સાથે દરિયામાં કુદી ગયો હતો. જયારે બોટમાં પાંચ પેકેટમાંથી ૧૧૮ કિલો કોકેઈન કિંમત રૂા. ૧૧૮૦ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જે તે સમયે ઝડપાયેલા બ્રાઝીલના જુમા ઉમરને મુંદરા કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવવામાં આવ્યા હતા. તેના પાંચ દિવસના રીમાન્ડ પુરા થતા સોમવારે મુંદરા કોર્ટમાં રજુ કરાયો હતો. એજન્સીએ વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેથી રીમાન્ડ મંજુર થયા છે. 
નોંધનીય છે કે, દરિયામાં ગયેલો ખલાસી હજુ સુધી પકડાયો નથી. જથ્થો બ્રાઝીલથી લોડ કરવામાં આવ્યો હતો અને કરાચી થઈને મુંદરા મારફતે દિલ્હી જવાનો હતો. દિલ્હીમાં બે રીસીવરને અગાઉથી પકડી લેવામાં આવ્યા હતા. દર વખતે ડ્રગ્સ પકડાય પરંતુ રીસીવર પકડાતા ન હતા. આ વખતે રીસીવર પણ પકડાયા હતા. જેથી મુળ સુધી પહોંચાય તેમ છે. દરિયામાં કુદેલો વ્યક્તિ હજુ સુધી ન મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. મહત્વનું છે કે, આ કેસની તપાસ એનઆઈએ પણ ચલાવી રહી છે.

Comments

COMMENT / REPLY FROM