Trending News
સ્થાનિક સમાચાર

અંજારમાં દરોડો : અનુપ ટ્રાન્સપોર્ટ કંપની સુધી  ગેરકાયદે ડીઝલ પહોંચાડતું આખરે કોણ હતું ? 

04 June

પોલીસ-પુરવઠા વિભાગ આ કાંડના મુળીયા ઉલેચશે ખરા?


વરસામેડી ટોલનાકા નજીક અંજાર મામલતદારશ્રીની ટીમએ ૪૭૫ લિટરનો બેનામી ડીઝલના પકડેલ જથ્થા વખતે સુચક સવાલો

એકતરફ ડીઝલની અછત છે, ઠેર ઠેર સમસ્યાઓ છે, ત્યારે બીજીતરફ કાળા બજારીયાઓ પાસેથી સેંકડો લીટર ડિઝલનો જ્થથો ઝડપાઈ રહ્યો છે..!



ગાંધીધામ : ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગરના પરિપત્ર મુજબ અંજાર તાલુકામાં પુરવઠા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મામલતદાર અંજાર ભગવતીબેન વી. ચાવડા તથા નાયબ મામલતદાર રેશભાઈ એચ. ધરજિયા અને પુરવઠા શાખાના સ્ટાફ સહિતની ટીમે વરસામેડી ટોલનાકા નજીક આવેલ અનુપ ટ્રાન્સપોર્ટ કંપનીના કબજામાંથી અંદાજે ૪૭૫ લિટર જેટલો શંકાસ્પદ અને ગેરકાયદે ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન ડીઝલ અંગેના જરૂરી આધાર પુરાવા અને દસ્તાવેજો રજૂ ન થતા જથ્થો શંકાસ્પદ માનવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાએ અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. અનુપ ટ્રાન્સપોર્ટ કંપની છેલ્લા કેટલા સમયથી આ પ્રકારનો શંકાસ્પદ ઓઇલ કે ડીઝલનો જથ્થો સંગ્રહિત કરતી હતી? આધાર પુરાવા વગરનો આ ડીઝલ ક્યાંથી લાવવામાં આવતો હતો? સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ જથ્થો સપ્લાય કોણ કરી રહ્યું હતું અને તેની પાછળ કઈ સપ્લાય ચેન કાર્યરત હતી? એક તરફ રાજ્યમાં ડીઝલની અછત અને વધતા ભાવોને લઈને સામાન્ય વાહનચાલકો તથા ઉદ્યોગકારો પરેશાન બની રહ્યા છે, ત્યારે બીજી તરફ કાળાબજારિયાઓ દ્વારા ગેરકાયદે ડીઝલના વેપારની ગતિવિધિઓ ધમધમી રહી હોવાની શક્યતા સામે આવી રહી છે. આવા શંકાસ્પદ જથ્થા ઝડપાવાની ઘટનાઓ માત્ર પુરવઠા નિયમોના ભંગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ  તેની પાછળ મોટા પાયે ગેરકાયદે નેટવર્ક સક્રિય હોવાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે. પુરવઠા વિભાગ અને પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી પ્રશંસનીય માનવામાં આવી રહી છે, પરંતુ માત્ર જથ્થો ઝડપી પાડવાથી તપાસ પૂર્ણ થતી નથી. આ ડીઝલ સપ્લાય કરનારા મુખ્ય આકાઓ, ગેરકાયદે સ્ટોરેજ અને સપ્લાય નેટવર્ક સુધી તપાસ લંબાવવી પણ એટલી જ જરૂરી બની રહી છે. સ્થાનિક લોકોમાં પણ હવે માંગ ઉઠી રહી છે કે સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
 અંજારના વરસામેડી વિસ્તારમાંથી ઝડપાયેલ અંદાજે ૪૭૫ લિટર શંકાસ્પદ ડીઝલનો જથ્થો માત્ર એક સામાન્ય કાર્યવાહી નથી. આ ઘટના રાજ્યમાં ચાલી રહેલા ગેરકાયદે ઇંધણ વેપારના સંકેતો આપી રહી છે. પુરવઠા વિભાગ અને સ્થાનિક તંત્રે સમયસર કાર્યવાહી કરી હોવા છતાં હવે સવાલ માત્ર એટલો નથી કે ડીઝલ ક્યાં મળ્યું, પરંતુ સવાલ એ છે કે આખી સપ્લાય ચેન કેટલી ઊંડી અને વ્યાપક છે? ડીઝલ જેવી જીવનજરૂરી ચીજવસ્તુ આજે ખેતીથી લઈને ટ્રાન્સપોર્ટ અને ઉદ્યોગ સુધી દરેક ક્ષેત્ર માટે અનિવાર્ય બની ગઈ છે. બીજી તરફ વધતા ભાવ અને અછત વચ્ચે કાળાબજારિયાઓ માટે આ ક્ષેત્ર કમાણીનું મોટું સાધન બની રહ્યું છે. આધાર પુરાવા વગરનો ડીઝલનો જથ્થો કોઈ એક દિવસમાં ઉભો થતો નથી. તેની પાછળ સંગ્રહ, પરિવહન અને વેચાણ સુધીનું સંગઠિત નેટવર્ક કાર્યરત હોય છે.અંજારમાં થયેલી કાર્યવાહી પછી સૌથી ગંભીર પ્રશ્ન એ છે કે અનુપ ટ્રાન્સપોર્ટ કંપની સુધી આ ડીઝલ પહોંચાડતું કોણ હતું? શું માત્ર સ્થાનિક સ્તરે જ આ ગતિવિધિ ચાલી રહી હતી કે પછી તેની પાછળ મોટા સપ્લાયરો અને તેલ ચોરીના ગેંગ સક્રિય છે? જો આવા ગેરકાયદે જથ્થા સરળતાથી પરિવહન થઈ રહ્યા હોય તો એ પુરવઠા વ્યવસ્થાની દેખરેખ પર પણ પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.કચ્છ જિલ્લો બંદરો, ટ્રાન્સપોર્ટ અને ઔદ્યોગિક ગતિવિધિઓ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર છે. અહીં દરરોજ મોટા પ્રમાણમાં ઇંધણની હેરફેર થાય છે. આવા સમયમાં જો ગેરકાયદે ડીઝલના જથ્થા ઝડપાય તો એ માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ સરકારને આવકમાં નુકસાન, બજારમાં અસમાનતા અને સુરક્ષાને લગતા જોખમો પણ ઊભા કરે છે.પોલીસ અને પુરવઠા વિભાગે હાથ ધરેલી કાર્યવાહી પ્રશંસનીય છે, પરંતુ હવે તપાસને માત્ર જપ્તી સુધી મર્યાદિત રાખવી યોગ્ય નહીં ગણાય. ડીઝલનો મૂળ સ્ત્રોત, ગેરકાયદે સપ્લાય કરનારા આકાઓ અને તેમાં સંકળાયેલા તત્વો સુધી પહોંચવું અત્યંત જરૂરી છે. કારણ કે જો મુખ્ય સૂત્રધારો સુધી કાર્યવાહી નહીં પહોંચે તો આવી ઘટનાઓ ફરી ફરી સામે આવતી રહેશે. સરકાર માટે આ ઘટના ચેતવણી સમાન છે કે કાળાબજાર માત્ર નાના વેપારીઓ સુધી સીમિત નથી રહ્યો, પરંતુ તે હવે સંગઠિત નેટવર્કનું સ્વરૂપ લઈ રહ્યો છે. સામાન્ય જનતાને યોગ્ય ભાવ અને પૂરતો પુરવઠો મળે તે માટે આવા ગેરકાયદે વેપાર સામે સતત અને કડક અભિયાન ચલાવવું સમયની માંગ બની ગઈ છે.


..............................


સવાલોનો મારો, કોણ આપશે જવાબ?

૧. અનુપ ટ્રાન્સપોર્ટ કંપની સુધી ગેરકાયદે ડીઝલ પહોંચાડતું આખરે કોણ હતું ૨. આધાર પુરાવા વગરનો ડીઝલનો જથ્થો કેટલા સમયથી અહીં સંગ્રહિત થતો હતો ૩.  ડીઝલનો સપ્લાય સ્થાનિક સ્તરે થતો હતો કે આંતરજિલ્લા નેટવર્ક કાર્યરત હતું  ૪. ડીઝલ સપ્લાય કરનાર મૂળ આકાઓ સુધી તપાસ કેમ નહીં પહોંચે ૫.  શું આ ગેરકાયદે જથ્થા પાછળ કોઈ તેલ ચોરી ગેંગ સક્રિય છે  ૬. ટ્રાન્સપોર્ટ કંપની પાસે સ્ટોક, બિલ અને ખરીદીના દસ્તાવેજો કેમ ન મળ્યા  ૭.  ડીઝલની અછત વચ્ચે કાળાબજારિયાઓનું નેટવર્ક કેવી રીતે ધમધમી રહ્યું છે ૮. પેટ્રોલિયમ કંપનીઓમાંથી ચોરી થતી હતી કે ગેરકાયદે ડાયવર્ઝન થતું હતું ૯. શું સ્થાનિક સ્તરે કોઈ અધિકારીઓની મિલીભગત વગર આ પ્રકારનો વેપાર શક્ય છે ૧૦. અગાઉ પણ આવી ગતિવિધિઓ અંગે ફરિયાદો થઈ હતી કે નહીં ૧૧.  પુરવઠા વિભાગની નિયમિત ચેકિંગ વ્યવસ્થા કેટલી અસરકારક છે ૧૨.  પોલીસ અને પુરવઠા વિભાગ માત્ર જપ્તી સુધી મર્યાદિત રહેશે કે મુખ્ય સૂત્રધારો સુધી પહોંચશે ?


.......................

ડીઝલ ચોરી અને કાળાબજારમાં કયા સરકારી તંત્રોની શું ભૂમિકા ?

- પુરવઠા વિભાગ : ગેરકાયદે સંગ્રહ, સ્ટોક અને વેચાણની તપાસ કરવી,બિલ, પરમીટ અને લાયસન્સ ચકાસવા,ઈજજીહૈંટ્ઠઙ્મ ર્ઝ્રદ્બર્દ્બઙ્ઘૈૈંીજ છષ્ઠં હેઠળ કાર્યવાહી કરવી ગોડાઉન અને 
ટ્રાન્સપોર્ટ સ્થળોની નિયમિત ચેકિંગ કરવી. - સ્થાનિક પોલીસ : ગુનાહિત કાવતરું, ચોરી અને કાળાબજાર અંગે હ્લૈંઇ નોંધવી,આરોપીઓની પૂછપરછ અને નેટવર્ક સુધી તપાસ લંબાવવી,ટ્રાન્સપોર્ટ અને સપ્લાય ચેનના કનેક્શન બહાર લાવવા :  ક્રાઈમ બ્રાંચ : સંગઠિત ગેંગ અને મોટા સપ્લાયરો સુધી તપાસ પહોંચાડવી,અન્ય જિલ્લાઓ અને રાજ્યો સાથેના કનેક્શન શોધવા,હવાલા કે કાળા નાણાંની હેરફેરની તપાસ કરવી,-  ય્જી્‌ અને કમર્શિયલ ટેક્સ વિભાગ : બિલ વિના થતી ખરીદી-વેચાણની તપાસ,ટેક્સ ચોરી અને બોગસ બિલિંગ સામે કાર્યવાહી,નાણાકીય વ્યવહારોની ઓડિટ કરવી 
 પેટ્રોલિયમ કંપનીઓ : ડીઝલ લીકેજ અને ગેરકાયદે ડાયવર્ઝનની આંતરિક તપાસ,ટેન્કર રૂટ અને ડિલિવરી સિસ્ટમનું મોનિટરિંગ,ય્ઁજી અને ડિજિટલ ટ્રેકિંગ ફરજિયાત બનાવવું  જિલ્લા વહીવટીતંત્ર : સંકલિત રેડ અને મોનિટરિંગ અભિયાન ચલાવવું,લાયસન્સ રદ અને સીલિંગ કાર્યવાહી કરવી,ગેરકાયદે સ્ટોરેજ સ્થળો બંધ કરાવવા


......................


તંત્ર કેમ ન કરે આવી કડક કાર્યવાહી ?

•  ગેરકાયદે ડીઝલ જપ્ત કરી ફોરેન્સિક તપાસ કરવી •આરોપીઓ સામે ઈજજીહૈંટ્ઠઙ્મ ર્ઝ્રદ્બર્દ્બઙ્ઘૈૈંીજ છષ્ઠં અને ૈંઁઝ્ર હેઠળ ગુનો નોંધવો- ટ્રાન્સપોર્ટ કંપનીનું લાયસન્સ 
સસ્પેન્ડ અથવા રદ કરવું • સપ્લાય ચેનમાં જોડાયેલા મુખ્ય આકાઓ સુધી તપાસ લંબાવવી •ગેરકાયદે કમાણી અને બેંક ટ્રાન્ઝેક્શનની તપાસ કરવી • જિલ્લાભરમાં સંયુક્ત ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવી  •
પેટ્રોલિયમ ટેન્કરોમા ય્ઁજી ટ્રેકિંગ ફરજિયાત કરવું • ભ્રષ્ટાચાર અથવા મિલીભગત સામે જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરવી 
•પુનરાવર્તન અટકાવવા કડક મોનિટરિંગ અને જાહેર હેલ્પલાઇન શરૂ કરવી



 

Comments

COMMENT / REPLY FROM