ગાંધીધામ આઈટીઆઈ ખાતે સમર સ્કીલ કેમ્પનું આયોજન
ગાંધીધામ - કચ્છઉદય : ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગાંધીધામ દ્વારા તા.૮/૬ થી તા.૨૦/૬ દરમિયાન "સમર સ્કીલ કેમ્પ-૨૦૨૬" નું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં વિદ્યાર્થીઓને ઓટોમોબાઈલ, કોમ્પ્યુટર, સિવિલ, મિકેનિકલ, સોલારા, ઈલેક્ટ્રિકલ તથા ગ્રીન હાઈડ્રોઝન જેવા આધુનિક ક્ષેત્રોની પ્રાથમિક જાણકારી અને પ્રાયોગિક સ્કીલ તાલીમ આપવામાં આવશે. કેમ્પ દરમિયાન નિષ્ણાત માર્ગદર્શન, હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓ અને ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવશે. તાલીમ પૂર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. વિદ્યાર્થીઓને નવી ટેક્નોલોજી સાથે પરિચિત કરી રોજગારલક્ષી સ્કીલ વિકસાવવાના હેતુથી આયોજિત આ કેમ્પમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાવા અનુરોધ કરાયો છે.
-----

Comments