Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ૫ વર્ષના બાળક માટે દેવદૂત બની આરબીએસકની ટીમ

03 June


મુન્દ્રા - કચ્છઉદય : રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કચ્છના મુન્દ્રા તાલુકાની ઇમ્જીદ્ભ ટીમની સતર્કતા, સમયસરની તપાસ, ફોલો-અપ અને વાલીને આપવામાં આવેલા યોગ્ય માર્ગદર્શનના કારણે સમાઘોઘા આંગણવાડી કેન્દ્ર-૨ ના ૫ વર્ષના બાળકને જીવનદાયી સારવાર પ્રાપ્ત થઇ છે.
આરબીએસકે હેઠળ સમાઘોઘા આંગણવાડી કેન્દ્ર-૨ ની નિયમિત મુલાકાત દરમિયાન ક્રિષ્નરાજ જાડેજા નામના ૫ વર્ષના બાળકમાં જન્મજાત હૃદયની ખામી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. સ્ક્રીનિંગ દરમિયાન બાળકમાં જોવા મળેલાં લક્ષણોને આધારે વધુ તપાસની જરૂરિયાત જણાતાં, ટીમે તાત્કાલિક બાળકના વાલીનો સંપર્ક કર્યો હતો અને તેમને ટુડી ઈકો સહિતની જરૂરી તબીબી તપાસ કરાવવા માર્ગદર્શન આપ્યું હતું. 
જોકે, શરૂઆતમાં વાલીએ બાળકને આવી કોઈ તકલીફ ન હોવાનું જણાવીને તપાસ કરાવવા પ્રત્યે અનિચ્છા દર્શાવી હતી. તેમ છતા આરબીએસકે ટીમે વાલીને જન્મજાત હૃદયરોગ અંગે વિગતવાર સમજ આપી અને સમયસર નિદાન તથા સારવારના મહત્ત્વ વિશે માહિતગાર કર્યા હતા. ટીમના સતત પ્રયાસો અને યોગ્ય કાઉન્સેલિંગના પરિણામે વાલી તપાસ માટે સંમત થયા હતા. તબીબી તપાસ દરમિયાન ટુડી ઈકો રિપોર્ટમાં બાળકને જન્મજાત હૃદયની ખામી હોવાનું સચોટ નિદાન થયું હતું. આથી આરબીએસકે ટીમ દ્વારા તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરીને બાળકને વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યું હતું. હાલ આ બાળકને નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ જરૂરી સારવાર મળી રહી છે.
આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, આરબીએસકે કાર્યક્રમ હેઠળ બાળકોમાં જન્મજાત ખામીઓ, રોગો, પોષણની ઉણપ અને વિકાસલક્ષી વિલંબની સમયસર ઓળખ કરીને નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. માતા-પિતાએ પણ બાળકમાં કોઈપણ અસામાન્ય લક્ષણ જણાય તો સત્વરે આરોગ્ય કર્મચારીઓનો સંપર્ક કરવો જોઈએ.
-------

Comments

COMMENT / REPLY FROM