Trending News
સ્થાનિક સમાચાર

એબીઆરએસએમ - ગુજરાતની ત્રિ-દિવસીય ચિંતન બેઠકમાં કચ્છના કાર્યકર્તાઓ પણ જોડાયા

03 June


આગામી સંગઠન વિઝન, કાર્યવિસ્તાર, શિક્ષક હિત અનેએઆઈૈંના ઉપયોગ સહિત વિવિધ વિષયો પર થયું વ્યાપક ચિંતન-મનોમંથન

ભુજ - કચ્છઉદય : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત સંગઠનની ત્રિ-દિવસીય ચિંતન શિબિર વાસદ-આણંદ સ્થિત શ્રી શ્રી રવિશંકર મહારાજ આર્ટ ઓફ લિવિંગ આશ્રમ ખાતે સફળતાપૂર્વક યોજાઈ હતી. રાજ્યભરના સંગઠનના પદાધિકારીઓ અને અપેક્ષિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ શિબિરમાં સંગઠનની સ્થાપનાથી લઈને આજદિન સુધીની યાત્રા, વિવિધ સિદ્ધિઓ અને વિકાસક્રમ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ચિંતન શિબિર દરમિયાન સંગઠનના કાર્યવિસ્તાર, નવા અને યુવા શિક્ષકોને કાર્યકર્તા તરીકે જોડવા, કાર્ય વિભાજન, શિક્ષણ અને શિક્ષક સમસ્યાઓ, સમાજ પરિવર્તન, પ્રકોષ્ઠ અને આયામ કાર્ય, અભ્યાસ સમૂહોની રચના, કાર્યકર્તા તરીકે કાર્ય અને વ્યવહાર, પંચ પરિવર્તન, પ્રવાસનું મહત્ત્વ અને આયોજન, નિયમિત તથા નૈમિત્તિક કાર્યક્રમો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મીડિયાનો ઉપયોગ, વાનપ્રસ્થી કાર્યકર્તાઓની ભૂમિકા, સંગઠન વિઝન, માતૃશક્તિની ભાગીદારી તેમજ સંગઠન પ્રશિક્ષણના આયોજન જેવા મહત્વપૂર્ણ વિષયો પર વક્તાઓ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપી મનોમંથન કરવામાં આવ્યું હતું.
શિબિર દરમિયાન આગામી પાંચ વર્ષ માટે સંગઠનની દિશા, દશા અને કાર્યયોજના ઘડવા, સંગઠન વિસ્તરણને વધુ ગતિ આપવા, શિક્ષક હિતના પ્રશ્નોના નિરાકરણ માટે અસરકારક આયોજન બનાવવા તથા શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન લાવવા અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા સામૂહિક ચિંતન-મનન કરી વર્તમાન પડકારો તથા ભવિષ્યની તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ચિંતન શિબિરે સંગઠનને વધુ સશક્ત, કાર્યક્ષમ અને જનહિતલક્ષી બનાવવાના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો.  આ ચિંતન શિબિરમાં કચ્છ જિલ્લામાંથી પ્રાંત અને સંભાગના અપેક્ષિત કાર્યકર્તાઓ તરીકે મુરજીભાઈ ગઢવી, નયનભાઈ વાંઝા, અલ્પેશભાઈ જાની તથા રમેશભાઈ ગાગલ સહભાગી બન્યા હતા. કચ્છના પદાધિકારીઓએ વિવિધ સત્રોમાં સક્રિય ભાગ લઈ સંગઠનના ભાવિ આયોજન, કાર્યવિસ્તાર અને શિક્ષક હિતના મુદ્દાઓ અંગે પોતાના સૂચનો અને વિચારો રજૂ કર્યા 
----

Comments

COMMENT / REPLY FROM