Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ - મોરબી હાઈવે પર કાર અકસ્માતમાં એક જ પરિવારના આઠને ઈજા

03 June



ભુજ - કચ્છઉદય : કચ્છ - મોરબી નેશનલ હાઈવે પર હરીપર ગામના પાટિયા નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પૂરઝડપે આવી રહેલી એક કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ વચ્ચેનું ડિવાઈડર કૂદીને સામેની સાઈડમાં ઘૂસી ગઈ હતી અને સામેથી આવી રહેલી અર્ટીગા કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ પ્રચંડ અકસ્માતમાં અર્ટીગા કારમાં સવાર એક જ પરિવારના આઠ સભ્યોને નાની-મોટી અને ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ, નયનભાઈ નાનાલાલભાઈ ઠક્કર પોતાના પરિવાર સાથે અર્ટીગા કાર નંબર જીજે ૧૨ સીટી ૯૪૩૨ લઈને જઈ રહ્યા હતા, ત્યારે દેવ સોલ્ટ તરફથી આવી રહેલી જીજે ૧૨ એફબી ૯૬૬૬ નંબરની કાર ડિવાઈડર કૂદીને તેમની કાર સાથે ટકરાઈ હતી. ઈજાગ્રસ્તોમાં નયનભાઈ, ભાવેશભાઈ અને હેતલબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ટાંકા આવ્યા છે, જ્યારે હેતલબેનને કરોડરજ્જુ અને ફેફસામાં ગંભીર ઈજા પહોંચી છે. આ ઉપરાંત પરિવારના અન્ય સભ્યો પ્રાંચીબેન, પંચીબેન, વૈશાલીબેન, નિશીતાબેન અને સોનાક્ષીને પણ ફ્રેક્ચર અને મૂઢ માર જેવી નાની-મોટી ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે માળિયા મિયાણા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.
------------ 

Comments

COMMENT / REPLY FROM