નવીનાળમાં આવેલી કંપનીમાંથી ર૧.૭૮ લાખનો સામાન ચોરાયો
તસ્કરો અલગ અલગ સાઈઝના કેબલ વાયર ઉઠાવી ગયા
ભુજ - કચ્છઉદય : મુંદરા તાલુકાના નવીનાળ ગામે એમપીએસઈઝેડ યુટીલીટી લીમીટેડમાં આવેલ અક્ષર ઈલેક ઈન્ફ્રા. પ્રા.લિ. કંપનીના બાઉન્ડ્રીમાં ખુલ્લા મેદાનમાં રાખેલા વાયરોની ચોરી કરવામાં આવી હતી. આ બાબતે મુંદરા પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ ૧પ એપ્રીલના રાત્રીના એક વાગ્યાથી ર૪ મે ના રાત્રીના એક વાગ્યા દરમ્યાન આ બનાવ બન્યો હતો. કોઈ ચોર અજાણ્યા ઈસમો દ્વારા કંપનીના પાવર હાઉસના ટાવરમાંથી પાવર સપ્લાય ટ્રાન્સફર કરવા માટે લાવવામાં આવેલ અને કંપનીના મેદાનમાં રાખેલ વાયરોની ચોરી કરવામાં આવી હતી. જેમાં ૩૦ કોર ર.પ સ્કવેરના ૭૧૯ મીટરના વાયર કિંમત રૂા. ૧ર,૭ર,૬૩૦ તેમજ ર૪ કોર ર.પ સ્કવેર એમએમના ૪૧૯ મીટર વાયર કિંમત રૂા. ૪,૦૬,૪૩૦, ૧૪ કોર ર.પ સ્કવેરના ૧૩૯ મીટર વાયર કિંમત રૂા. ૬પ,૬૦૮ તેમજ ૩૦ કોર ર.પ સ્કવેર એમએમના ર૪પ મીટર વાયર કિંમત રૂા. ૪,૩૩,૬પ૦ મળી કુલ્લ ર૧,૭૮,૩૧૮ ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. જેથી મુંદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
.....................
સોલાર પાર્કમાંથી ચોરાયેલી ર.ર૦ લાખની બસબાર મામલે ગુનો નોંધાયો
ભુજ - કચ્છઉદય : ખાવડા ખાતે આવેલા સોલાર પાર્કમાંથી ચોરી કરવામાં આવી હતી. આરોપીઓ દ્વારા અદાણી ગ્રીન એનર્જી કંપનીમાં આવેલ અમર રાજા ઈન્ફ્રા પ્રા.લી. કંપનીના પ્લોટ એરીયામાં રાખેલા ટ્રાન્સફોર્મરમાંથી ૧.૯૦ લાખની ૧૯ બસબાર અને ૩૦ હજારના કેબલની ચોરી કરવામાં આવી હતી. ર.ર૦ લાખના મુદ્દામાલની ચોરી થતા અર્બુદા સિક્યુરીટી એજન્સીના જનરલ મેનેજર દીપચંદ રામનિવાસ ઢોરવારે ખાવડા પોલીસમાં ફરિયાદ નોધાવી છે.

Comments