લવજેહાદના આરોપસર સામખિયાળી પોલીસમાં ફરિયાદ નોંધાઈ
ગાંધીધામ - કચ્છ ઉદય : સામખિયારી પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૫૩૧(૨) તથા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, એક યુવતીને લગ્ન કરવાની લાલચ આપી તથા તેની ઓળખ છુપાવી વિશ્વાસમાં લઈ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી યુવકે પોતાનું સાચું નામ અને ઓળખ જાહેર કર્યા વગર યુવતી સાથે સંબંધ સ્થાપિત કર્યો હતો. બાદમાં તેની વાસ્તવિક ઓળખ સામે આવતા યુવતીના પરિવારજનો દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ મામલે સામખિયારી પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તેમજ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ પ્રાથમિક પુરાવાઓ અને ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ હકીકતોના આધારે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Comments