Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન :  ૩૫ શંકાસ્પદ ઘૂસણખોરો ઝડપાયા

03 June



રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસની આક્રમક કાર્યવાહી.ઃ ન્ઝ્રમ્ અને ર્જીંય્ ની ટીમો દ્વારા મોડી રાત્રે હાથ ધરાયા દરોડા.ઃ તમામ અટકાયતીઓના દસ્તાવેજો અને ઓળખપત્રોની સઘન તપાસ શરૂ.ઃ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા પોલીસનું સતર્ક સર્વેલન્સ યથાવત.


ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી ઘૂસણખોરો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત પૂર્વ કચ્છમાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ કચ્છ એલસીબી અને એસઓજી સહિતની વિવિધ પોલીસ શાખાઓ દ્વારા મોડી રાત્રે હાથ ધરવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશનમાં ૩૫ જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે.અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરો બાદ હવે પૂર્વ કચ્છમાં પણ પોલીસ તંત્ર દ્વારા ઘૂસણખોરો સામે તવાઈ બોલાવવામાં આવી છે. પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં પોલીસની ટીમોએ સઘન તપાસ કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ હિલચાલ ધરાવતા વ્યક્તિઓને ધ્યાને લઈને પોલીસે ૩૫ શંકાસ્પદ ઘૂસણખોરોને શોધી કાઢીને તેમને ડિટેન કર્યા છે.હાલમાં આ તમામ વ્યક્તિઓની ઓળખ અને તેમની પાસે રહેલા દસ્તાવેજો તથા ઓળખપત્રોની ઝીણવટભરી તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. પોલીસ તંત્રની આ આક્રમક કાર્યવાહીને પગલે અસામાજિક તત્વો અને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ઘૂસણખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આ તપાસની પ્રક્રિયા હજુ પણ ચાલુ રાખવામાં આવી છે અને આગામી સમયમાં પણ આવી કડક કાર્યવાહી યથાવત રહેશે તેમ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.


..................................


બી-રોલ ભરો : તો ભારતનગર - કંડલા - કાર્ગો ઝુપડપટ્ટીમાથી ઘુસપેઠીયાઓ ઝડપાય


લાકડાના અમુક બેન્સોવાળાઓમાં પણ કરવી જોઈએ તપાસ : અગાઉ પૂર્વ કચ્છમાં પડાણા પટ્ટામાં લાકડાની ફેકટરીઓમાથી આઠથી વધુ બાગ્લાદેશીઓ પકડાઈ ચૂકયા છે



બી-રોલ સજજડ બનાવાયા તો ન માત્ર ઘુસપેઠીયા બલ્કે અનેક રાજયોના વોન્ટેડ કુખ્યાત ફરાર ગુનેગારો પણ અહી આશરો પામેલા ઝડપાય

જાણકાર વર્તુળોનું માનવું છે કે જો બિરૂલને વધુ વ્યાપક, ચોકસાઈપૂર્ણ અને સતત ધોરણે અમલમાં મૂકવામાં આવે તો માત્ર ગેરકાયદે વસવાટ કરનારાઓ જ નહીં, પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં વોન્ટેડ જાહેર થયેલા અનેક કુખ્યાત ગુનેગારો પણ પોલીસના જાળમાં આવી શકે છે.
ખાસ કરીને ભારતનગર,૯-બી, કંડલા કાર્ગો ઝૂંપડપટ્ટી, એફસીઆઈ કોલોની આસપાસના વિસ્તારો, કાર્ગો ઝુંપડપત્તી,વિવિધ ઝૂંપડપટ્ટીઓ તેમજ અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચકાસણી અને દસ્તાવેજી વેરિફિકેશનની જરૂરિયાત અનુભવાઈ રહી છે. આવા વિસ્તારોમાં લાંબા સમયથી વસવાટ કરતા લોકોની ઓળખ, રહેઠાણ અને ગુનાહિત પૃષ્ઠભૂમિની નિયમિત તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારા ખુલાસા થઈ 
શકે છે.સ્થાનિક સ્તરે એવી પણ માન્યતા છે કે કેટલાક ફરાર અને વોન્ટેડ ગુનેગારો ભીડભાડવાળા વિસ્તારોમાં ખોટી ઓળખ સાથે આશરો લેતા હોય છે. જો પોલીસ તંત્ર દ્વારા બિરૂલને વધુ મજબૂતાઈ, આયોજનબદ્ધતા અને ટેકનિકલ સહયોગ સાથે અમલમાં મૂકવામાં આવે તો આવા તત્વો માટે અહીં ટકવું મુશ્કેલ બની શકે છે.નિષ્ણાતોનું માનવું છે કે સતત અને કડક વેરિફિકેશન અભિયાનના કારણે શંકાસ્પદ તત્વો આપમેળે વિસ્તાર છોડવા મજબૂર બનશે, જેના પરિણામે ગુનાખોરી પર નિયંત્રણ આવશે અને સ્થાનિક નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત બનશે. કચ્છ જેવા વ્યૂહાત્મક અને ઔદ્યોગિક મહત્વ ધરાવતા વિસ્તારમાં સુરક્ષા જાળવવા માટે બિરૂલ જેવી કાર્યવાહીનું વિસ્તૃત અને નિયમિત અમલીકરણ સમયની માંગ બની ગયું છે.

Comments

COMMENT / REPLY FROM