ભચાઉ પોલીસે સજા વોરંટના નાસતા ફરતા આરોપીને ઝડપી કર્યો પાલારા જેલ હવાલે
ભચાઉ - કચ્છઉદય : ગાંધીધામ કોર્ટના સજા વોરંટના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા એક આરોપીને ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે, ગાંધીધામના એડિશનલ ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટના ફોજદારી કેસ નંબર-૪૭૭૪/૨૦૨૩ ના સજા વોરંટના આરોપી સામતભાઈ દેવશીભાઈ રબારી (ઉંમર વર્ષ ૪૫, રહે. નંદગામ, તાલુકો : ભચાઉ) ને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલા આ આરોપીને કાયદેસરની કાર્યવાહી કરીને ભુજની પાલારા જિલ્લા જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી છે. આ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.
--------

Comments