મરીન કમાન્ડો દ્વારા કચ્છ સરહદે ખાસ ડ્રાઈવનું આયોજન કરાયું
સિંધોડી બીચ, સૈયદ સુલેમાન, ભારત સોલ્ટ, શિયાળબારી સુધીના દરિયાઈ તટીય વિસ્તારમાં ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ : માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ તેમ શંકાસ્પદ બોટો અને ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરાફેરી અંગે ચર્ચા કરાઈ
ભુજ - કચ્છઉદય : જખૌ મરીન કમાન્ડો દ્વારા દરિયાઈ વિસ્તારમાં ડ્રાઈવ યોજીને માછીમારો સાથે ચર્ચા કરવામાં આવી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા તેમજ ડીઆઈજીપી એ. એમ. મુનિયા અને એસપી એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર દરિયા કિનારાના વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે ખાસ ડ્રાઇવનું આયોજન કરવા સૂચના આપેલ હતી. જે અનુસંધાને મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા ડીવાયએસપી આર.એમ. ચૌધરીના નેતૃત્વમાં જખૌ સેક્ટરના સમગ્ર મરીન કમાન્ડો ટીમ દ્વારા સિંધોડી બીચ, સૈયદ સુલેમાન, ભારત સોલ્ટ, શિયાળબારી સુધીના દરિયાઈ તટીય વિસ્તારમાં ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં વિવિધ વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ તેમ શંકાસ્પદ બોટો અને ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરાફેરી જેવા ગંભીર વિષયો ઉપર ચર્ચા કરી જરૂરી મદદ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. હાલમાં ચાલી રહેલ યુદ્ધના કારણે દરિયામાં તૂટી પડેલ જહાજો, બોટો તેમજ મિસાઇલો જેવા યુદ્ધમાં વપરાયેલ સાધનો જે તૂટીને તણાઈને કિનારા સુધી આવવાની શક્યતા છે. હાલમાં દરિયો તોફાની હોવાથી બિનવારસુ ડ્રગ્સના પેકેટો કિનારા ઉપર મળી આવે છે જેના વિશે લોકો જાગૃત કરવામાં આવેલ તેમજ સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી.
-----

Comments