Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ આવતી ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન રદ્દ થતાં મુસાફરો અટવાયા

02 June


યુપીના બસ્તી સ્ટેશને ટ્રેનો રદ્દ થતાં અને કલાકો મોડી દોડતાં અફડાતફડી : અસહ્ય ગરમીમાં પ્રવાસીઓની હાલાકી વધી

ગાંધીધામ - કચ્છઉદય : પૂર્વોત્તર રેલવેના બસ્તી રેલવે સ્ટેશન પરથી પસાર થતી ગાંધીધામ સ્પેશિયલ એક્સપ્રેસ તેમજ ગોરખપુર-ગોંડા અપ અને ડાઉન પેસેન્જર ટ્રેનો અચાનક રદ થવાના કારણે ભીષણ ગરમી વચ્ચે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રેલવે પ્રશાસન દ્વારા અપરિહાર્ય કારણોસર સોમવારે દોડનારી ગાંધીધામ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન રદ જાહેર કરવામાં આવી હતી. આ અંગે પૂરતી માહિતી ઉપલબ્ધ ન હોવાના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ નિયત સમયે સ્ટેશન પર પહોંચી ગયા હતા, જ્યાં ટ્રેન રદ હોવાની જાણ થતાં મુસાફરો અટવાઈ પડ્યા હતા. આ પરિસ્થિતિમાં કેટલાક પ્રવાસીઓએ જનરલ ટિકિટ લઈને અન્ય ટ્રેનો આશરો લીધો હતો, જ્યારે કેટલાય મુસાફરો નિરાશ થઈને પોતાની ટિકિટ રિફંડ કરાવી ઘરે પરત ફરવા મજબૂર બન્યા હતા. ખાસ કરીને નાના સ્ટેશનોથી મુસાફરી કરનારા લોકોને કાળઝાળ ગરમી વચ્ચે ખાનગી વાહનોમાં વધુ નાણાં ખર્ચીને પ્રવાસ કરવાની નોબત આવી હતી.
રેલવે સ્ટેશન પર ટ્રેનોની રાહ જોઈ રહેલા મુસાફરો માટે અસહ્ય તાપ અને ગરમી સૌથી મોટી આફત સાબિત થયા હતા. પ્લેટફોર્મ પર કલાકો સુધી બેસી રહેવાને કારણે બાળકો અને વૃદ્ધો સહિતના મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ટ્રેનો રદ થવાની સાથે સાથે અનેક મહત્વની ટ્રેનો પોતાના નિયત સમય કરતાં કલાકો મોડી દોડતી હોવાને કારણે સ્ટેશનો પર પ્રવાસીઓની ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી.
---------------- 

Comments

COMMENT / REPLY FROM