ભુજ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિ.ની સભામાં નવા જનપ્રતિનિધિઓનું કરાયું સન્માન
ભુજ- કચ્છઉદય : ધી ભુજ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિ.ની યોજાયેલી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટીંગમાં બેંકના વર્તમાન ડાયરેક્ટર બિંદિયાબેન મેહુલભાઈ ઠક્કર ભુજ નગર સેવા સદનના વોર્ડ નં.૧૧માંથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા બાદ ભુજ નગર સેવા સદનના ઉપપ્રમુખ પદે ગૌરવપૂર્ણ વરણી પામ્યા હોવા બદલ બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા ગૌરવ અને હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ડાયરેક્ટરો દ્વારા તેમને મોમેન્ટો અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બેંકના મેનેજિંગ ડાયરેક્ટર ધીરેનભાઈ ભાનુભાઈ ઠક્કરનાભાઈ હિરેનભાઈ ભાનુભાઈ ઠક્કર ભુજ નગર સેવા સદનના વોર્ડ નં.૧૦ના કાઉન્સેલર તરીકે જંગી બહુમતીથી વિજયી બન્યા હોવા બદલ તેમનું પણ મોમેન્ટો અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં બેંકના ચેરમેન હિતેષભાઈ ચત્રભુજભાઈ ઠક્કર, વાઈસ ચેરમેન રમેશભાઈ ભીમજીભાઈ મહેશ્વરી, મેનેજિંગ ડાયરેક્ટર ધીરેનભાઈ ભાનુભાઈ ઠક્કર, તત્કાલીન પૂર્વ ચેરમેન કલ્પેશભાઈ આર. ઠક્કર, ડાયરેક્ટરો અશ્વિનભાઈ એમ. ઠક્કર, મહેન્દ્રભાઈ એલ. ઠક્કર, મનીષભાઈ પી. ઠક્કર, નરેશભાઈ જે. સોમૈયા, શાંતિલાલભાઈ કે. જૈન તેમજ પ્રોફેશનલ ડાયરેક્ટર નયનભાઈ રમણીકલાલ પટવા તથા હર્ષદ કિશોરભાઈ ભીડે તેમજ પૂર્વ પ્રોફેશનલ ડાયરેક્ટર મનોજભાઈ સી. સોનપરા ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક પ્રવચન દરમિયાન બેંકના મેનેજિંગ ડાયરેક્ટર ધીરેનભાઈ ભાનુભાઈ ઠક્કરે નવનિયુક્ત ઉપપ્રમુખ બિંદિયાબેન મેહુલભાઈ ઠક્કર તથા કાઉન્સિલર હિરેનભાઈ ભાનુભાઈ ઠક્કરને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, સમાજજીવન, સહકાર ક્ષેત્ર અને જાહેર જીવન સાથે સંકળાયેલા આગેવાનો જ્યારે મહત્વપૂર્ણ હોદ્દાઓ પર પહોંચે છે ત્યારે સમગ્ર સમાજ માટે ગૌરવની લાગણી સર્જાય છે. બેંકના ચેરમેન હિતેષભાઈ ચત્રભુજભાઈ ઠક્કર અને વાઈસ ચેરમેન રમેશભાઈ ભીમજીભાઈ મહેશ્વરીએ જણાવ્યું કે, બંને જનપ્રતિનિધિઓના ઉજ્જવળ, સફળ અને લોકકલ્યાણકારી કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ભુજ શહેરના વિકાસ અને પ્રગતિમાં તેમના યોગદાન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલભાઈ ઠકકર, ભુજ લોહાણા મહાજનના પૂર્વમંત્રી મૂળરાજભાઈ ઠકકર, લાયન્સ ડીસ્ટ્રીકના સંજયભાઈ ઠકકર, જયંતભાઈ ઠકકર, ઊર્મિલ ઠકકર, દીલિપસિંહ સોઢા, લોહાણા સમાજ આગેવાન વિરલ ઠકકર, સુસેશભાઈ મહેશ્વરી, હશનભાઈ ભટ્ટી, ફકીરમામદ કુંભાર ઉપરાંત જથ્થા બંધ બજારના વેપારી મિત્રો, સામાજિક આગેવાનો તથા ભુજ નગર સેવા સદનના કાઉન્સિલરો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોએ નવનિયુક્ત જનપ્રતિનિધિઓને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ, લોકહિતકારી અને સફળ કાર્યકાળની કામના વ્યક્ત કરી હતી તેવું બેંકના જનરલ મેનેજર ધીરેનભાઈ એસ. મજેઠિયાની યાદીમાં જણાવાયું હતું.
------

Comments