પ્રખર તાપમાં વૃક્ષ ની માવજત
ભુજના પ્રમુખ સ્વામીનગરના પહેલા ગેટ પાસે આવેલ અરિહંતેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં અંદાજિત ૩૦ જેટલા વૃક્ષો ઉગાડવામાં આવેલ છે. તાપમાં પુરતું પાણી મળી રહે એ માટે ખામણા બનાવી, ખાતર, માટી નાખી બ્લોકની દિવાલ બનાવી સારી એવી માવજત ભુજના આરટીઓના નિવૃત કર્મચારી મહેશભાઈ અનમ દ્વારા અંદાજિત બાર હજારના ખર્ચ સાથે કરવામાં આવી રહી છે. પર્યાવરણપ્રેમી એવા અનમભાઇ પુનિત વન પાસે આવેલ બાયોડાયવર્સિટી પાર્કના ડુંગર પર એક પીપળાને પણ ઉછેરી રહ્યા છે. પર્યાવરણના જતન બદલ આ વિસ્તારમાં એમની પ્રશંસા થઈ રહી છે.
-----

Comments