Trending News
ક્રાઈમ

મુંદરામાં પિસ્તોલ કેસમાં એસએમસીને કેમ ત્રાટકવું પડયું? આઈપીએસ છે, છતા ગાંધીનગરથી ટીમ દોડી આવી..?

02 June

ધંધાકીય હરીફાઈમાં તો કયાંક કોઈએ કોઈની દવા નથી કરીને?




મુંદરા પિસ્તોલ કેસમાં સ્થાનિકના બદલે એસએમસીએ ગાંધીનગરમાં નોંધાવ્યો ગુનો : સોશિયલ મીડિયા પર ફોટો જોયા બાદ ગાંધીનગરથી એસએમસીએ આવીને બે શખ્સોને પકડયા હતા


કચ્છમાં થયેલી કાર્યવાહીમાં એસએમસીએ પોતાના થાણામાં ગુનો દાખલ કર્યો હોય તેવો સંભવતઃ પ્રથમ કિસ્સો છે.



ભુજ - કચ્છઉદય : એસએમસીએ મુંદરાના નાના કપાયા ગામે અદાણી બાયપાસ હાઈવે પર કાર્યવાહી કરીને બે શખ્સોને પિસ્તોલ સાથે ઝડપી લીધા હતા. જેમાં મુંદરાના રમેશ રામભાઈ ગઢવી અને કિશન હરજીભાઈ સાલાણી (કોલી)નો સમાવેશ થાય છે. બન્ને શખ્સોએ રાજસ્થાનના બાડમેરના ધનરાજરામ હનુમાનરામ ચૌધરી પાસેથી પિસ્તોલ લીધી હતી. એસએમસીએ બે પિસ્તોલ, ૧૪ જીવતા કારતુસ અને બે મેગેઝીન કબ્જે કર્યા હતા. સામાન્ય રીતે અત્યાર સુધી એસએમસીએ કચ્છમાં દારૂ અને જુગારના જે કેસ કર્યા છે તેની ફરિયાદ જે તે થાણામાં નોંધાવી સ્થાનીક પોલીસને તપાસ આપી છે. પરંતુ આ વખતે એસએમસીએ મુંદરા પોલીસમાં ગુનો દાખલ કરવાના બદલે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો અને તપાસ પણ પોતાની પાસે રાખી છે. કચ્છમાં થયેલી કાર્યવાહીમાં એસએમસીએ પોતાના થાણામાં ગુનો દાખલ કર્યો હોય તેવો સંભવતઃ પ્રથમ કિસ્સો છે.
કિશને સોશિયલ મીડિયામાં ફોટા પોસ્ટ કર્યા હતા અને રમેશની ઓફિસમાં પિસ્તોલ રાખવામાં આવી હતી. રમેશની પુછપરછ કરતા સામે આવ્યું કે, તે અને કિશન મિત્ર છે. તેની જમવાની હોટલે ટ્રક વાળા આવતા હોઈ રાજસ્થાનના ધનરાજરામ સાથે પરીચય થયો હતો અને તેણે પિસ્તોલ જોઈતી હોય તો લઈ આપીશ તેવું કહ્યું હતું. કિશને પૈસાની જરૂર હોવાથી પિસ્તોલ વેચવાનું કામ કરીએ તેવું કહ્યું હતું. બન્ને જણા સવા બે વર્ષ પહેલા ગાંધીધામ - વરસાણા હાઈવે પર ટોયોટા શો રૂમ પાસે ગયા અને ધનરાજરામ પાસે પ૦ હજારમાં બન્ને પિસ્તોલ લીધી હતી. પિસ્તોલ રાખવાનો શોખ હોવાથી રમેશે બન્ને બંદુક પોતાની પાસે રાખી હતી. બન્ને જણાએ પિસ્તોલ સાથે ફોટા પાડી ઈન્સ્ટાગ્રામમાં મુકયા હતા. ફોટા વાયરલ થયા અને એસએમસીના ધ્યાને આવ્યા હતા અને તેઓએ બન્નેને ઝડપી હથિયાર કબજે કરી ગુનો દાખલ કરાવ્યો છે. અત્યાર સુધી અન્ય કોઈ હથિયાર વેચ્યા છે. કોઈ જગ્યાએ ઉપયોગ કર્યો છે તે સહિતની દિશામાં એસએમસીએ તપાસ હાથ ધરી છે.


.............................


સસ્તુ સોનુ અને નકલી નોટો પકડાય તો બંદુક પણ પકડો

એકતરફ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા એવા દાવા કરવામાં આવે છે કે, અમે સોશિયલ મીડીયા પર બાજનજર રાખીએ છીએ. જેના કારણે સસ્તુ સોનુ અને નકલી નોટોના નામે છેતરપીંડી કરતા ઈસમો પકડાય છે. તો મુંદરાના કિસ્સામાં બન્ને યુવાનોએ દોઢ વર્ષ પહેલા ફોટા મુકયા હતા અને વાયરલ થયા હતા. તો આ કિસ્સામાં સ્થાનિકને કેમ ભનક ન આવી ? તેવો સવાલ ઉઠી રહ્યો છે. આ સાથે સ્થાનીક પોલીસની બેદરકારી બાબતે પણ સવાલો ઉઠયા છે.

Comments

COMMENT / REPLY FROM