કચ્છના હાઈવે પર અમુક ઢાબા સ્ટાઈલ હોટલોની આડમાં બેનામી ધંધાઓ બેફામઃ લાખાની સામે ગુજસીટોક કરો
સુરજબારીથી મુંદરા સુધીના હાઈવે પર લાખાની ૪૦થી વધુ જેટલી આવેલી છે હોટલો : લાખો ખુદ કયાંય કાગળ પર નથી, કોઈને કોઈ અન્યના નામે આવા અડ્ડાઓ ધમધમાવી રહ્યો હોવાની છે ચર્ચા : દારૂ-તેલ-ઓઈલ-પોર્ટ પર આવતી વસ્તુઓની ચોરી-તસ્કરી સહિતના કૃત્યો લાખાની ટોળકી આવા અડ્ડાઓ પર બેખોફીથી કરતી હોવાની છે ચર્ચા
લાખાની સામે અગાઉ પણ કઈક વખત આવા કૃત્યો બદલ સવાલો ઉઠયા છે, હાલમાં તેલચોરીમાં સમ ખાવા પુરતી જ કાર્યવાહી થઈ અને ર૪ કલાકમાં તો લાખો ખુલ્લેઆમ બહાર ફરતો દેખાવવા પામી ગયો અને લાખો બહાર નીકળ્યો કે, હોટલોના સંકુલમાં આવા ગેરકાયદેસર ધંધાઓ નામ પુરતા પકડાવવાના પણ થયા શરૂ..!
ગાંધીધામ : કચ્છ જિલ્લાના નેશનલ હાઈવે પર આવેલી અમુક ધાબા સ્ટાઈલ હોટલો હવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું એપીસેન્ટર બની રહી હોવાની વિગતો સપાટી પર આવી રહી છે. ખાસ કરીને સુરજબારઈથી લઈને મુંદ્રા સુધીના હાઈવે પટ્ટા પર ૪૦થી વધુ હોટલોનું સામ્રાજ્ય ધરાવતા કુખ્યાત ‘લાખા’ નામના શખ્સની શંકાસ્પદ ભૂમિકા સામે સ્થાનિકો અને જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જ્યાં સુધી આ મુખ્ય સુત્રધાર સામે કડક કાનૂની સકંજો નહીં કસાય, ત્યાં સુધી હાઈવે પરના ગુનાખોરીના નેટવર્કને નાથવું કપરૂં બનશે તેવી લોકમાંગ ઉઠી છે.તાજેતરમાં જ હોટલની આડમાં ચાલી રહેલા મોટા તેલ ચોરીના રેકેટમાં પોલીસ દ્વારા લાખાની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ કાયદાકીય છટકબારીઓનો લાભ લઈને આ આરોપી ગણતરીના ૨૪ કલાકમાં જ જામીન પર મુક્ત થઈ જતાં પોલીસની કામગીરી અને કાયદાના ડર સામે અનેક સવાલો ઊભા થયા છે. આરોપી જેલની બહાર આવતાની સાથે જ ફરીથી તેનું નેટવર્ક સક્રિય થઈ ગયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, લાખા અંતર્ગત આવતી હાઈવે પરની આવી અમુક ધાબા સ્ટાઈલ હોટલો માત્ર ખાવા-પીવા પૂરતી સીમિત નથી, પરંતુ ત્યાં પ્રતિબંધિત અને ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરફેરનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાખો જ આ તમામ કાળા કારોબારને ફૂલવા-ફાલવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હોવાનુ પણ ચર્ચાય છે. હાલમાં જ ઝડપાયેલા માદક પદાર્થોના નેટવર્ક બાદ હાઈવેની આવી હોટલો પર કડક વોચ રાખવી અનિવાર્ય બની ગઈ છે.કચ્છની શાંતિ અને સલામતી જોખમાવતી આવી સંગઠિત ગુનાખોરીને નેસ્તનાબૂદ કરવા માટે પૂર્વ કચ્છ પોલીસ વડા અને રેન્જ આઈજી સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કેઃ મુખ્ય સૂત્રધાર લાખાને તાત્કાલિક અસરથી કચ્છ જિલ્લામાંથી હદપાર (તડીપાર) કરવામાં આવે. તેની સામે સંગઠિત ગુનાખોરી નિયંત્રણ ધારો એટલે કે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી કડક જેલ હવાલે કરવામાં આવે જેથી તેનું આર્થિક અને ગુનાહિત સામ્રાજ્ય તોડી શકાય.જો પોલીસ વિભાગ દ્વારા આ મામલે સખત પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હાઈવે પર ગુનાખોરીનું પ્રમાણ બેકાબૂ બની શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે.
.....................
પડાણામાં હોટેલ પાર્કીંગમાથી મોટો દારૂ ઝડપાતા
હાઈવેની ઢાબા સ્ટાઈલ હોટલો ફરી શંકાના ઘેરામાં
હવે સુરજબારી-સામખીયાળીથી લઈ અને મુંદરા સુધીના હાઈવે પર આવેલી ઢાબા સ્ટાઈલ હોટલો પર પોલીસે સંયુકત રીતે બોલાવી જોઈએ સરપ્રાઇઝ કોમ્બીંગ? મોટા રસાલા સાથે અધિકારીઓ આવી હોટલો પર એક સાથે ત્રાટકશે તો કઈક ખોટા ધંધાઓનો થશે ખુલાસો
ગાંધીધામ : કચ્છના પડાણા નજીકથી અંદાજે ૪૫ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાતા ફરી એકવાર હાઈવે ઉપર આવેલી ધાબા સ્ટાઈલ હોટલો અને તેના પાર્કિંગ વિસ્તારો ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ જથ્થો પણ એક ધાબા સ્ટાઈલ હોટલના પાર્કિંગ વિસ્તારમાંથી ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે કચ્છના હાઈવે ઉપર અમુક ધાબા સ્ટાઈલ હોટલો માત્ર ખાણીપીણી કે આરામ માટે નહીં પરંતુ બેનામી અને શંકાસ્પદ પ્રવૃત્તિઓના અડ્ડા બની રહી હોવાની આશંકા હવે વધુ મજબૂત બની રહી છે.સમયાંતરે વિવિધ પ્લેટફોર્મ પરથી સુરજબારીથી લઈને મુન્દ્રા સુધીના હાઈવે પર આવેલી અમુક ધાબા સ્ટાઈલ હોટલો અંગે અસામાજિક પ્રવૃત્તિઓ, દારૂની હેરાફેરી, શંકાસ્પદ વાહનોની અવરજવર અને ગેરકાયદે કારોબાર અંગે બુમો ઉઠતી રહી છે. છતાં પણ જોવામાં આવે તો છૂટક કાર્યવાહી બાદ ફરી એ જ પ્રકારની ગતિવિધિઓ ચાલુ રહેતી હોવાના આક્ષેપો સતત સામે આવતા રહ્યા છે.સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે કે જો પોલીસ અને તપાસ એજન્સીઓ આ કેસમાં ઊંડી અને કડક તપાસ કરે તો માત્ર દારૂ ઝડપાવાની કાર્યવાહી સુધી મામલો સીમિત નહીં રહે, પરંતુ આવા કારોબાર પાછળ રહેલા “લાખા” જેવા મુખ્ય તત્વો અને સમગ્ર સપ્લાય નેટવર્ક સુધી તપાસ લંબાઈ શકે તેમ છે. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, કોના સંરક્ષણ હેઠળ પાર્કિંગ સુધી પહોંચ્યો અને કયા નેટવર્ક મારફતે તેની હેરફેર થવાની હતી તેવા અનેક સવાલો હવે ઉભા થયા છે.કચ્છનો હાઈવે વિસ્તાર વેપાર અને ટ્રાન્સપોર્ટ માટે અત્યંત મહત્વનો માર્ગ ગણાય છે. આવા વિસ્તારોમાં જો ધાબા સ્ટાઈલ હોટલોના નામે ગેરકાયદે પ્રવૃત્તિઓ ધમધમતી હોય તો તે માત્ર કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર જિલ્લાની છબી માટે પણ ચિંતાજનક બાબત બની શકે છે.સ્થાનિક લોકો અને જાગૃત વર્ગોમાં હવે માંગ ઉઠી રહી છે કે સુરજબારીથી મુન્દ્રા સુધીના હાઈવે ઉપર આવેલી તમામ શંકાસ્પદ ધાબા સ્ટાઈલ હોટલો પર
પોલીસ, ર્જીંય્, ન્ઝ્રમ્ અને અન્ય એજન્સીઓ દ્વારા એકસાથે સરપ્રાઈઝ કોમ્બિંગ અને ચેકિંગ અભિયાન હાથ ધરવું જોઈએ. કારણ કે જ્યાં સુધી આવી જગ્યાઓ પર સતત અને કડક મોનિટરિંગ નહીં થાય ત્યાં સુધી અમુક બંધ ફોક અથવા શંકાસ્પદ ધાબા સ્ટાઈલ હોટલો અને તેના પાર્કિંગ વિસ્તારોમાં કાયદાના ઉલ્લંઘન કરતી ગંભીર બેનામી પ્રવૃત્તિઓ ધમધમતી જ રહેશે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.3

Comments