Trending News
સ્થાનિક સમાચાર

ઘર કંકાસના ઝઘડાના કારણે જાણ કર્યા વગર નિકળેલી મહિલાને પરિવાર સાથે મિલન કરાવ્યું 

01 June


ગાંધીધામ - કચ્છઉદય : જાગૃત નાગરિકનો ૧૮૧ નંબર પર કોલ આવે છે અને જણાવ્યું કે અંજાર સીમ વિસ્તારમાં એક મહિલા સવારથી ભટકી રહી છે અને કંઈ જણાવી રહ્યા નથી. કોલ આવતાની સાથે જ કાઉન્સેલર બારડ નિરૂપા તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ વનિતાબેન ગોહિલ, પાયલોટ દિગ્વિજયસિંહ વાઘેલા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ ૧૧૨ જનરક્ષક ટીમના એએસઆઈ રવજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સુરેશસિંહ સંકલનમાં રહેલ પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરેલ અને વાતચીત કરતાએ તેમનું નામ સંગીતાબેન જણાવ્યું (નામને સ્થળ બદલાવેલ છે) પીડીતા બેનનું વધારે કાઉન્સેલિંગ કરતા પીડીતાબેન તેમના ઘર કંકાસના ઝઘડાના કારણે ઘરે કોઈને જાણ કર્યા વગર નીકળી ગયેલ હોય, તેથી ૧૮૧ ટીમ અને ૧૧૨ ટીમે પીડિતાના રહેઠાણના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ પણ કોઈ ગુમનોંધ થયેલ ન હતી. પીડિતાના પરિવારનો કોન્ટેક નંબર મેળવી અને પીડિતાની માહિતી આપેલ પીડિતા બેનને વધારે સમજાવતા પીડીતાબેન તેમના ઘરે જવાની ઈચ્છા જણાવતા હાલને પીડિતા બેનને આશ્રય માટે વન સ્ટોપ સેન્ટર ભુજ ખાતે આશ્રય અપાવેલ હતો. પીડીતાબેનને જણાવ્યું કે હું કંઈ વિચાર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી ૧૮૧ ટીમ અને ૧૧૨ ટીમ એ મને સુરક્ષિત સ્થાને પહોંચાડી અત્યારે મને સમજાય છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય તો ઘર છોડીને નીકળાય નહીં પીડીતાબેનને આશ્વાસન આપી અને શાંત કર્યા અને એમના ઘર કંકાસ વિશે સમસ્યા જાણી અને આગળ કાર્યવાહી વિશે પણ સમજ આપેલ હતી.
----- 

 

Comments

COMMENT / REPLY FROM