Trending News
સ્થાનિક સમાચાર

મ્યુઝિકલ સંસ્થાઓ દ્વારા માનસિક દિવ્યાંગો અને વૃદ્ધોને ભોજન કરાવાયું

01 June



ભુજ - કચ્છઉદય : સુર આરાધના મ્યુઝિકલ ગ્રુપ તથા મિલે સુર હમારા મ્યુઝીકલ ગ્રુપ દ્વારા પાલારા મધ્યે માનવ જ્યોત સંસ્થા દ્વારા સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છનાં માનસિક દિવ્યાંગ તથા એકલા અટુલા નિરાધાર વૃદ્ધોને ભોજન કરાવવામાં આવેલ તથા રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન બંને ગ્રુપના પ્રમુખ પૂજાબેન અયાચીએ કર્યું હતું. સલાહકારો ઝવેરીલાલભાઈ સોનેજી તથા રસિકભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ બંને સંસ્થાના સભ્યો કિશનભાઇ કટ્ટા, મીનલબેન વ્યાસ, રક્ષાબેન ઠાકર, લીનાબેન ડાભી, સરોજબેન શુક્લા, નિશાબેન મહેતા, વર્ષાબેન ડાભી, ભારતીબેન સોની અને લીલાવંતીબેન ઠક્કર હાજર રહ્યા હતા. માનવ સેવા અને જીવદયા કાર્યો સાથે સમાજ ઉપયોગી કાર્ય થઈ શકે એનું ઉદાહરણ આ બંને સંસ્થાઓએ પૂરું પાડ્યું હતું. અંતમાં પ્રબોધભાઈ મુનવરે માનવજ્યોત સંસ્થાનો પરિચય આપી બંને ગ્રુપોનો આભાર માન્યો હતો. બંને સંસ્થાઓએ રામદેવ સેવાશ્રમ તથા એલ.એમ.ભક્તા વડિલોનો વિસામોની મુલાકાત લઇ ખુશી વ્યક્ત કરી હતી. વ્યવસ્થા મંત્રી જીતેન્દ્ર ઠક્કર અને ખજાનચી ભગીરથભાઈ ધોળકિયાએ સંભાળી હતી. 
------

Comments

COMMENT / REPLY FROM