Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

રમત જગત

ચેસ ક્ષેત્રે ઝળકતી સિદ્ધિ : ભુજ ની યામી કોટક બની ચેસમાં ‘ ‘FIDE રેટેડ’ પ્લેયર

01 June


ભુજ - કચ્છઉદય : રમતગમત ક્ષેત્રે અને ખાસ કરીને બુદ્ધિના ખેલ ગણાતી ચેસની રમતમાં ભુજનું નામ વૈશ્વિક સ્તરે રોશન થયું છે. અહીંની આશાસ્પદ અને તેજસ્વી ચેસ ખેલાડી યામી કોટકે પોતાની અદ્દભૂત રમત અને સખત પરિશ્રમના જોરે ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન દ્વારા સત્તાવાર રીતે ‘‘FIDE રેટેડ પ્લેયર’નો પ્રતિષ્ઠિત ખિતાબ હાંસલ કર્યો છે.તાજેતરમાં યોજાયેલી રેપિડ ઇન્ટરનેશનલ ચેસ ટૂર્નામેન્ટમાં યામીએ વિવિધ રાજ્યો અને સ્તરના નામાંકિત ખેલાડીઓ સામે શાનદાર પ્રદર્શન કરીને જરૂરી પોઈન્ટ્‌સ મેળવ્યા હતા, જેના આધારે તેને આ આંતરરાષ્ટ્રીય રેટિંગ પ્રાપ્ત થયું છે. ખૂબ જ નાની ઉંમરે અને ટૂંકા ગાળામાં મેળવેલી આ સિદ્ધિ બદલ સમગ્ર ચેસ જગત અને સ્થાનિક રમતપ્રેમીઓમાં આનંદનો માહોલ છે.યામી કોટકની આ ઐતિહાસિક સફળતા પાછળ તેના કોચ દક્ષ ઠક્કર, સિટિ ચેસ ક્લબનું યોગ્ય માર્ગદર્શન અને વ્યૂહાત્મક ટ્રેનિંગ તેમજ તેના માતા-પિતા ડો.માનસી, ડો.કશ્યપ કોટકનો અવિરત સહયોગ રહ્યો છે. કોચ દક્ષ ઠક્કરે જણાવ્યું હતું કે, યામી ખૂબ જ મહેનતુ, એકાગ્ર અને કુશાગ્ર બુદ્ધિ ધરાવતી ખેલાડી છે. ચેસ બોર્ડ પર તેની ચાલ અને રમવાની શૈલી આગવી છે. આગામી સમયમાં તે દેશ અને દુનિયામાં હજુ મોટું નામ કરશે તેવી અમને પૂરી શ્રદ્ધા છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ યામી કોટક પર ચારેય તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. 
------

Comments

COMMENT / REPLY FROM