Trending News
સ્થાનિક સમાચાર

૫ૂર્વ-કચ્છ એલસીબીની મોટી સફળતા : દુધઈમાંથી મોટી ઘરફોડચોર - વાયર કેબલ ચોર ગેંગ ઝડપાઈ

01 June

શાબાશ છે ટીમ એસપી સાગર બાગમારને..!



ઝડપાયેલ ગેગએ અગાઉ ભચાઉ, સામખીયાળી, ચિત્રોડ અને સુરેન્દ્રનગર વિસ્તારમાં પણ ચોરીઓ કરી હોવાની આપી કબૂલાત



ગાંધીધામ : પૂર્વ કચ્છ એલસીબીની ટીમ દ્વારા દુધઈ વિસ્તારમાથી ઘરફોડ ચોરી કરતી અને વાયર ચોરી કરતી મોટી ગેંગને ઝડપી પાડી છે. આ બાબતે મળેલી વિગતો મુજબ એલસીબીની ટીમ કેબલ વાયર ચોરીના બનાવો અટકાવવાસક્રિય હતી. આ દરમિયાન, એલ.સી.બી. ટીમને અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોવા છતાં એક શંકાસ્પદ મહિન્દ્રા બોલેરો ગાડી મળી આવી હતી. ગાડીની તપાસ કરતા તેમાં તાંબાના વાયર મળી આવ્યા હતા, જે ચોરીના હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાયું હતું.આરોપીઓની વધુ પૂછપરછ કરતા તેઓએ અનિલ પટેલની વાડીમાં પણ ચોરીનો અન્ય મુદ્દામાલ રાખ્યો હોવાની કબૂલાત કરી હતી. રેઈડ દરમિયાન ત્યાંથી વધુ ચોરીના કોપર વાયર મળી આવ્યા હતા.  આરોપીઓએ દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોટડા ગામની સીમમાં આવેલ એશિયા પેસેફિક પ્રા.લિ. કંપનીના સોલાર પ્લાન્ટના ગોડાઉનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે દુધઈ પો.સ્ટે.માં ગુ.ર.નં. ૦૧૪૦/૨૬ (ભા.ન્યા.સં. ૩૦૫એ, ૩૩૯(૩)(ર) મુજબ) ગુનો નોંધાયેલ છે. પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર જે.એમ. વાળા,પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી. પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.



......................

પકડાયેલ આરોપીઓ

૧. હરેશભાઇ ઉર્ફે દાઢી વેલાભાઈ મેજરાણી ૨. મહેશ ઉર્ફે મિલન ઉફે ભાયો માદેવાભાઈ મેંડ ૩. અનીલ જયંતીલાલ પોકાર ૪. અનીલ મણીલાલ ગોરાણી ૫. કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર   ?(નોંધઃ અન્ય ૭ આરોપીઓ હાલ ફરાર છે)  


.................


મુદ્દામાલની વિગત


- તાંબાના વાયર (૧૩૬ કિ.ગ્રા.)ઃ રૂ. ૯૫,૨૦૦/- - મહિન્દ્રા બોલેરોઃ રૂ. ૫,૦૦,૦૦૦/-  ડ્રીમ યુગા હોન્ડા (ય્ત્ન-૧૨-ઝ્રેં-૭૮૪૫)ઃ રૂ. ૨૫,૦૦૦/-  રોકડા રૂપિયાઃ રૂ. ૧૨,૨૨૦/-  મોબાઈલ ફોન (૫ નંગ)ઃ રૂ. ૨૫,૫૦૦/-  કુલ કિંમતઃ રૂ. ૬,૫૭,૯૨૦/-  


....................

આ મોડસ ઓપરેન્ડીથી થતી હતી ચોરી.!

આરોપી દિપક કંસારા ચોરી માટે સ્થળ નક્કી કરતો અને ટીપ આપતો. રાત્રિના સમયે આખી ગેંગ ચોરીને અંજામ આપતી. ચોરી કરેલો મુદ્દામાલ અનિલભાઈ જયંતીભાઈ પટેલ તથા અનિલ મણીલાલ પટેલની વાડીએ લઈ જઈ, વાયર સળગાવીને તેમાંથી તાંબુ કાઢી વેચી નાખતા હતા. આ ગેંગે અગાઉ ભચાઉ, સામખીયાળી, ચિત્રોડ અને સુરેન્દ્રનગર વિસ્તારમાં પણ ચોરીઓ કરી હોવાની કબૂલાત આપી છે. 


 

Comments

COMMENT / REPLY FROM