Trending News
ક્રાઈમ

આડેસર વિસ્તારમાં એલસીબીનો સપાટોઃ ૬.૨૬ લાખના વિદેશી દારૂ સાથે બે આરોપી ઝડપાયા

01 June



ગાંધીધામ : પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન અંગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વરણુ ગામ નજીક મેળક બેટ વિસ્તારમાં રણમાંથી વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે ગોઠવાયેલી વોચ દરમિયાન એક સ્કોર્પિયો કારનો પીછો કરી પોલીસે ભીખા વેલાભાઈ કોલી (રહે. પ્રાગપર, તા. રાપર) અને નરેશ તમાસીભાઈ કોલી (રહે. ભીમાસર, તા. રાપર)ને ઝડપી પાડ્યા હતા.તપાસ દરમિયાન કારમાંથી ૨૨૪ બોટલ વિદેશી દારૂ, બે મોબાઇલ ફોન અને સ્કોર્પિયો કાર સહિત કુલ ૬,૨૬,૪૧૬નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે આ કેસમાં ઝાલો પટેલ (રહે. અમરાપર, તા. રાધનપુર, જી. પાટણ) ફરાર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કાર્યવાહી એલસીબીના પીઆઈ જે.એમ. વાળા, પીએસઆઈ ડી.જી. પટેલ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM