Trending News
સ્થાનિક સમાચાર

- તો મુંદરા ડ્રગ્સકાંડમાં બંટી-લાકડાના બની બેઠેલ વેપારી  આણી ત્રિપુટીના શ્રીલંકા સોપારી કૌભાંડનો થાય પર્દાફાશ

01 June

એનસીબી જો ઉંડી ઉતરી પૂર્વ ઈતિહાસ ચકાસે


સીરીયાથી મુંદરા-દિલ્હી-દહેરાદુન-યુપી-બિહાર સુધી કડીઓ ધરાવતા કેપ્ટાગોન ડ્રગ્સ કેસમાં પૂર્વ કચ્છના બહુચર્ચિત ચહેરાઓ બંટી-બની બેઠલ લાકડાનો વેપારી આગેવાન- અને મુંબઈ કસ્ટમમાં થોડા સમય પહેલા જ રીટાયર્ડ થયેલા ઉચ્ચ અધિકારીનો ચકચારી ભાઈવાળી ત્રપુટી અગાઉ પણ એક જાબાંજ કસ્ટમ અધિકારીના હથ્થે સોપારી પ્રકરણમાં ચડી ચૂકયા છે : આ ત્રિપુટી ઈન્ડોનેશીયાથી લવાયેલી સિગારેટને શ્રીલંકાથી આવેલી દેખાડીને અંદાજે દોઢેક દાયકા પહેલા પણ એજન્સીના સાણસામાં આવી ચુકયા છે, તે વખતે આ ત્રિપુટીની કચેરીમાથી જ વિવાદીત ડોકયુમેન્ટસ હાથે લાગી ગયા હતા અને લાયસન્સ રદ થઈ ચુકયુ છે..! 

આ ત્રિપુટીના શખ્સો દાણચોરી-મીસડીકલેરેશન કારનામામાં પણ અઠંગ જ છે : દોઢેક દાયકા પહેલા સોપારી દાણચોરીની રીંગ ગોઠવી ચુકયા હોય તો પછી હાલમાં તો ફાટીને ફુલેકે ચડી જ જાય ને..! :  ૧પ૦ કન્ટેઈનર તે સમયે આ ગેંગના દાણચોરીયુકત સોપારીના ઝડપાઈ ગયા હતા



ગાંધીધામ :  નાર્કોટીકસ કન્ટ્રોલ બ્યુરો દ્વારા તાજેતરમાં જ ચોકકસ માહીતીના આધારે મુંદરા બંદરેથી રીક્ષામા છુપાવેશમાં ગુપ્ત ઓપરેશન પાર પાડીને કેપ્ટાગોન જેવા જેહાદી ડ્રગ્સનો કરોડોનો જથ્થો પકડી પાડયો છે. આ કેસમાં દિલ્હીમાં એક સીરીયન નાગરીક તથા બારોઈ-મુંદરાથી એક ફોલ્ડરીયાને ઉઠાવાઈ લીધો છે અને તપાસ ચાલી જ રહી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, જો એનસીબી આ પ્રકરણમાં ઉંડી ઉતરશે તો બારોઈ વાળા ફોલ્ડરીયાના આક્કા એવો આદિપુરનો બંટી, લાકડાનો બની બેઠલ વેપારી આગેવાન તથા રાજુની ત્રિપુટી સુધી તો રેલો ચોકકસથી લંબાશે પરંતુ તેની સાથોસાથ જ આ ત્રિપુટી દ્વારા આજથી નહી પરંતુ દોઢ દાયકા કરતા વધુ સમયથી આ રીતે પ્રતિબંધિત વસ્તુઓની દાણચોરી થતી હોવાુન અને તેમાં આ ત્રિપુટીની પેઢીનું લાયસન્સ પણ રદ થવા પામી ચુક્યુ હોવાનુ આપોઆપ ખુલવા પામી જશે. આ મામલે જાણકાોરની વાત માનીએ તો કહેવાય છે કે, આદિપુરનો બંટી અને લાકડાના બની બેઠલા વેપારી આગેવાનની ત્રિપુટી વરસોથી આવા ગુનાઓ આચરવામાં અઠંગ માનસીકતા ધરાવી રહ્યા છે. કહેવાય છે કે, આજથી દોઢેક દાયકા પહેલા પણ સોપારીના દાણચોરીનાનેટવર્કને આ ગેગ ધમધમાવતી હતી પરંતુ તે વખતે તેઓને એક જાબાંજ અને કડક અધિકારીનો ભેંટો થવા પામી જતા તેમના સોપારી દાણચોરીના મોટા પ્રકરણનો કાચોચીઠ્ઠો બોલતા દસ્તાવેજી પુરાવાઓનો મોટો ખજાનો તેમની જ કચેરીમાથી મળી આવવા પામ્યો હતો.જાણકારોની વાત માનીએ તો આદીપુરનો બંટી, લાકડાનો બની બેઠેલ વેપારી ઠગ-આગેવાન અને રાજુની ત્રિપુટીએ ૧પથી ૧૮ વર્ષ પહેલા પણ સોપારીની દાણચોરીઓ કરી હતી. ઈન્ડીયાના નામનું પેઢીનુ તે વખતે લાયસન્સ આ સોપારી દાણચોરીમાં કેન્સલ થવા પામી ગયુ હતુ. તે વખતે ઈન્ડોનેશીયાથી સોપારી લાવવામાં ૧૦૦ ટકા ડયુટી લાગતી હતી અને શ્રીલંકાથી જીરો ડયુટી હતી. આ ગેગ સોપારી ઈન્ડોનેશીયાથી જ લાવતા હતા જયાથી લાવાવમા ૧૦૦ ટકા ડયુટી લાગી શકે તેમ હતી પરંતુ આ ટોળકી તેને કાગળ પર શ્રીલંકાથી લાવી હોવાનુ દેખાડતા હતા. એક જાબાંજ અને ચબરાક અધિકારીએ આ ટોળકીના તે વખતે ૧પ૦ જેટલા કન્ટેઈનરો અટકાવી અને એક મોટો ધાક બેસાડતો કેસ કરી દીધો હતો અને સોપારી દાણચોરી કાંડમાં આ ગેંગને તે વખતે ધોળા દીવસે તારા જોવાની સ્થિતી આવી જવા પામી હતી. હાલમાં જો એનસીબી આ કેસમાં પણ ઉંડી ઉતરી અને પૂર્વ્‌ કચ્છની આ દાણચોર ટોળકી તરીકે પંકાયેલા આદિપુરનાબંટી, લાકડાના બની બેઠેલા ઠગ વેપારી આગેવાન તથા રાજુ નામના શખ્સના કોલર પડકશે તો ન માત્ર ડ્રગ્સ કેસ આ ઉપરાંત પણ અગાઉ કઈક અલગ અલગ પ્રકારના આચરાયેલા કરોડોના આવા કારસ્તાનો પરથી પણ પડદો ઉચકાઈ શકશે.

Comments

COMMENT / REPLY FROM