Trending News
ક્રાઈમ

પૂર્વ કચ્છ LCB -અંજાર PI  જાડેજાની ટીમનો સપાટો 

01 June


અંજારમાંથી ઓનલાઈન જુગારધામનો પર્દાફાશ : લાખોનો મુદ્દામાલ જપ્ત

મુખ્ય સૂત્રધાર શાહનવાઝ શેખ ઝડપાયો : અનિલ સિંધી સહિત ૧૦ યુઝરનેમ ધરાવતા શખ્સોને પકડવાની તજવીજ તેજ



અંજારઃ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી દરમિયાન જાહેર સ્થળે ઓનલાઈન જુગાર રમાડવાનું કૌભાંડ ઝડપાયું છે.  તારીખ ૩૧/૦૫/૨૦૨૬ના રોજ અંજારના કળશ સર્કલ પાસે અંજાર પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી. આ દરમિયાન આરોપી શાહનવાઝ સુમારશા શેખ (રહે. શેખ ટિંબો, અંજાર) જાહેરમાં બેસીને ઓનલાઈન જુગાર રમાડતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી શાહનવાઝ શેખે તેના સહ-આરોપી પાર્થ ઉર્ફે પિન્ટુ ઠક્કર (રહે. યોગેશ્વર ચોકડી, અંજાર) પાસેથી ૫,૦૦,૦૦૦/- રૂપિયામાં ‘માસ્ટર આઈ.ડી.’ મેળવી હતી. આ માસ્ટર આઈ.ડી.માંથી તેણે વધુ દસ આઈ.ડી. બનાવીને તેને આરોપી અનિલ સિધીને આપી હતી. ત્યારબાદ આ આઈ.ડી. મારફતે અનિલ સિધી દ્વારા અન્ય વ્યક્તિઓને ઓનલાઈન જુગાર રમાડીને આર્થિક લાભ મેળવવામાં આવતો હતો.  રેડ દરમિયાન મુખ્ય આરોપી શાહનવાઝ શેખની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૫૦૦/-, બે મોબાઈલ ફોન (કિંમત રૂ. ૪,૦૦૦/-) અને એક મારુતિ સુઝુકી અલ્ટો કાર (કિંમત રૂ. ૧,૫૦,૦૦૦/-) મળી કુલ રૂ. ૨,૦૦,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંજાર પોલીસે જુગારધારાની કલમ-૧૨(એ) હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ મામલે માસ્ટર આઈ.ડી. પૂરી પાડનાર વ્યક્તિ, અનિલ સિધી તેમજ અન્ય ૧૦ જેટલા યુઝરનેમ ધરાવતા વ્યક્તિઓને શોધવા માટે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સમગ્ર કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ ગાંધીધામ (પૂર્વ કચ્છ) ની ટીમ જોડાયેલી હતી.


 

Comments

COMMENT / REPLY FROM