ભુજ કોર્ટમાંથી બદલી પામેલા ૩ ન્યાયાધીશનો વિદાયમાન સમારંભ યોજાયો
ભુજ બાર એસોસિએશન દ્વારા ગૌરવભેર વિદાયઃ વકીલ મંડળ સાથેના સંસ્મરણો વાગોળ્યા
ભુજ : ભુજ કોર્ટમાંથી અમદાવાદ અને સુરત ખાતે બદલી પામેલા ત્રણ ન્યાયાધીશનો વિદાયમાન સમારંભ ભુજ બાર એસોસિએશન દ્વારા કોર્ટના બાર રૂમમાં આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં વિદાય લઈ રહેલા ન્યાયાધીશોમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ ફેમિલી કોર્ટના જજ શ્રી ગોલાણી, ત્રીજા અધિક સિનિયર સિવિલ જજ શ્રી ડાભી અને અધિક સિવિલ જજ શ્રી ત્રિવેદીનો સમાવેશ થાય છે.આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ દિલીપભાઈ પી. મહીડા, અધિક ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જે. એ. ઠક્કર, વી. એ. બુધ્ધા, એન. પી. રાડીયા, ટી.એન. ખંધાડીયા, પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ કે.સી. જોષી, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસના શ્રી પ્રજાપતી, સિનિયર સિવિલ જજ જે.વી. બુધ્ધા, આર. એસ. સિંધલ તથા ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ એમ.એમ. કુરેશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મંત્રી મલ્હાર દર્શકભાઈ બુચ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રમુખ સચિન મહેન્દ્રભાઈ ગોરે પોતાના ઉદબોધનમાં સ્વભાવને વ્યક્તિની મૂડી ગણાવી, વિદાય લઈ રહેલા ન્યાયાધીશના મીઠા સ્વભાવને યાદ કર્યો હતો અને તેમને પ્રમોશન સાથે પુનઃ ભુજ કોર્ટમાં નિમણૂક મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સિનિયર એડવોકેટ હેમસિંગભાઈ ચૌધરી, દેવાયતભાઈ બારોટ અને મુકેશભાઈ ઉપાધ્યાયે જૂની યાદો તાજી કરી હતી. ન્યાયાધીશ શ્રી મહીડાએ કચ્છના વકીલોના મીઠા સ્વભાવ અને ઝડપી ન્યાય પ્રત્યેની તેમની કટિબદ્ધતાના વખાણ કર્યા હતા. વિદાય લઈ રહેલા ત્રણેય જજનું કચ્છી શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાર એસોસિએશનના હોદ્દેદારોમાં કાનજી એમ. ધુવા (ઉપપ્રમુખ), નસીમબેન વાય. ખત્રી (ખજાનચી), મેહુલ કે. ગોસ્વામી (સહમંત્રી), કાન્તાબેન એચ. વેકરીયા (મહિલા ઉપપ્રમુખ), દક્ષાબેન બી. સોની (જોઈન્ટ સેક્રેટરી), ભક્તિબેન પી. ગોર (લેડી રિપ્રેઝેન્ટેટિવ), ઘનશ્યામસિંહ જે. સોઢા (લાઈબ્રેરી સેક્રેટરી) તથા કારોબારી સભ્યો પૈકી પરેશ પી. હિંગણા, વિનેશ ડી. ચાડ, ધનજીભાઈ આર. મેરીયા, હર્ષદકુમાર જે. જરાદી, શિવપાલસિંહ એ. વાઘેલા, પરાગ એસ. જોષી, આનંદ એસ. જોષી, લક્ષ્મણ ડી. મહેશ્વરી, દિવ્યાબેન ટી. બારમેડા, કોમલબેન સી. ઠક્કર, મીનાબેન એન. સોરઠીયા, આરતીબેન કે. ઝાલા અને આસિસટન્ટ ગવર્મેન્ટ પ્લીડર સુરેશભાઈ મહેશ્વરી હાજર રહ્યા હતા. ઉપરાંત સિનિયર ધારાશાસ્ત્રી અમીરઅલીભાઈ લોઢીયા, રામલાલભાઈ એમ. ઠક્કર, મહેન્દ્રભાઈ ડી. ઠક્કર, દર્શકભાઈ કે. બુચ, દેવરાજભાઈ ગઢવી, હેમસિંગભાઈ ચૌધરી, પી.એસ. કેનીયા, વી.સી. માંડલીયા, પ્રકંજભાઈ વૈષ્ણવ, કૈવલ્યભાઈ વૈષ્ણવ, એ.એ. ઝરીવાલા, હરેશભાઈ જોષી, પ્રભુદાનભાઈ ગઢવી, દિલીપભાઈ દવે, મોઈન બાવા, એમ.એ. ખોજા, કે.ડી. લોન્ચા, વિજયભાઈ ગઢાઈ સહિતના અનેક વકીલ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ ઉપપ્રમુખ કાનજીભાઈ ધુવાએ કરી હતી.

Comments