ભુજ બાર એસોસિએશન દ્વારા નવા કલેક્ટરની શુભેચ્છા મુલાકાત લેવાઈ
વકીલોની રજૂઆતને સકારાત્મક પ્રતિસાદ અપાયો
ભુજ : ભુજ બાર એસોસિએશનના હોદ્દેદારો અને વકીલો દ્વારા કચ્છના નવા નિયુક્ત કલેક્ટર અનિલભાઈ રાણાવસીયાની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે બાર એસોસિએશન દ્વારા કલેક્ટરને કચ્છી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા અને કચ્છ જિલ્લામાં તેમની નિમણૂક બદલ આવકાર આપવામાં આવ્યો હતો.આ મુલાકાત દરમિયાન બાર એસોસિએશનના પ્રમુખ સચિન મહેન્દ્રભાઈ ગોર અને અન્ય હોદ્દેદારોએ રેવન્યુ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલોની મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી હતી. વકીલોએ રજૂઆત કરી હતી કે સિવિલ વેકેશન દરમિયાન રેવન્યુ કોર્ટમાં આવતા કેસોની તારીખ વેકેશન બાદ રાખવામાં આવે.કલેક્ટરે વકીલો અને અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે હકારાત્મક અભિગમ અપનાવી, તાત્કાલિક અસરથી કેસ બોર્ડ સિવિલ વેકેશન બાદ રાખવા માટે નાયબ મામલતદાર જીતેન્દ્રસિંહભાઈ ઝાલાને સૂચના આપી હતી. આ સાથે કલેક્ટરે લોકોના પ્રશ્નોનો ત્વરિત અને યોગ્ય નિકાલ લાવવાની ખાતરી પણ આપી હતી, જેના બદલ ભુજ બાર એસોસિએશને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ભુજ બાર એસોસિએશનના પ્રમુખ સચિન એમ. ગોર, ઉપપ્રમુખ કાનજી એમ. ધુવા, મંત્રી મલ્હાર ડી. બુચ, ખજાનચી નસીમબેન વાય. ખત્રી, સહમંત્રી મેહુલ કે. ગોસ્વામી, મહિલા ઉપપ્રમુખ કાન્તાબેન એચ. વેકરીયા, દક્ષાબેન બી. સોની, ભક્તિબેન પી. ગોર, ધનશ્યામસિંહ જે. સોઢા સહિત કારોબારી સમિતિના અન્ય સભ્યો પરેશ હિંગણા, વિનેશ ચાડ, ધનજીભાઈ મેરિયા, હર્ષદકુમાર જરાદી, શિવપાલસિંહ વાઘેલા, પરાગ જોષી, આનંદ જોષી, લક્ષ્મણ મહેશ્વરી, દિવ્યાબેન બારમેડા, કોમલબેન ઠક્કર, મીનાબેન સોરઠિયા, આરતીબેન ઝાલા, કેશવજીભાઈ લોંચા, નીરવ ઠક્કર, રાજેશ ગઢવી, મેઘજી મહેશ્વરી, હનીફ ચાકી, પ્રસાંત મકવાણા અને અંજાર બારના સિનિયર ધારાશાસ્ત્રી નિખિલભાઈ છાયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Comments