Trending News
સ્થાનિક સમાચાર

કચ્છી લેવા પટેલ નર્સિંગ કોલેજનું ગૌરવ

30 May

ભુજ - કચ્છઉદય : કચ્છી લેવા પટેલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ પ્રેક્ટિસની વિદ્યાર્થીની ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૫માં લેવામાં આવેલી જીએનએમપરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવી સંસ્થાનું ગૌરવ વધારેલ છે.કચ્છી લેવા પટેલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ પ્રેક્ટિસ, ભુજની વિદ્યાર્થીની કુમારી ઉર્વશી રામજીભાઈ કેરાઈએ વધુ એક શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામ મુજબ કુમારી ઉર્વશી રામજીભાઈ કેરાઈએ જીએનએમ બીજા વર્ષમાં ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ વિષયમાં બાહ્ય પરીક્ષામાં ૭૫માંથી ૬૬ ગુણ મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેમને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા “મંદાકિની વિઠ્ઠલરાવ મુળે” પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. સિધ્ધિ બદલ કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરીયા અને એજ્યુકેશન એન્ડ મેડીકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસીયા શુભેચ્છા પાઠવતા ઉમેરેલ કે આ સિધ્ધિ વિદ્યાર્થીઓની સધન મહેનત, શિસ્ત, અનુસાશન અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. કચ્છી લેવા પટેલ ટ્રસ્ટના ત્રણેય પાંખના કારોબારી સભ્યો સંસ્થાના પ્રિન્સિપાલ પુનીત જૈન, તમામ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓના વાલીઓએ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન આપેલ તથા તેમના ઉજ્જવલ ભવિષ્ય માટે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવેલ હતી. સિદ્ધિ સંસ્થામાં આપવામાં આવતી ગુણવત્તાસભર નર્સિંગ શિક્ષણ અને વિદ્યાર્થીઓની સતત મહેનતનું પ્રતિબિંબ છે.
 

Comments

COMMENT / REPLY FROM