Trending News
સ્થાનિક સમાચાર

ખારોઈમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ ૧ કિલોમીટર પ્રસરી 

30 May

ફાયરની ટીમે ર કલાક સુધી પાણીનો મારો ચલાવી રહેણાક મકાન બચાવ્ય 

ગાંધીધામ - કચ્છઉદય : ખારોઈ ગામે આજે બપોરે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જે એક કિલોમીટર જેટલી આગને બુઝવવા ફાયરની ટીમે સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ રહેણાક મકાન બાજુ જાત બચાવી હતી. આ અંગે મળતી વિગતો મુજબ ૩૦મી મેના બપોરે બપોરે ૧૨ઃ૩૫ કલાકે ભચાઉ નગર પાલિકા ફાયર ટીમને ૧૧૨થી કોલ આવ્યો હતો કે, તાલુકાના ખારોઈ ગામે વીજ તાર શોર્ટ સર્કિટ થતા નીચે રાખેલ ડ્રિપિંગ પાઇપ અને સૂકા ઝાડી ઝાંખરામાં મોટા પ્રમાણમાં આગ લાગી ગઈ છે. જે ઘટનાની જાણ થતાં ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પોહચી ગઈ હતી. આગ જોત જોતામાં જ ૧ કિલો મીટરથી વધુ આગ લાગેલ છે.  બાજુમાં મુસલમાનના કબ્રિસ્થાન આવેલ છે તેમાં પણ લાગી ગઈ છે અને સાઇડમાં રહેણાક છે ત્યાં પણ આગ પહોંચી ગઈ હતી. ફાયરની ટીમે સતત ૨ કલાક સુધી પાણી મારો ચલાવીને જે રહેણાક મકાનોને બચાવેલ હતા. આ કામગીરીમાં પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ જોડાયા હતા. તાલુકામાં છેલ્લા ૫ દિવસમાં  ૪ જગ્યાએ આગ લાગી છે. આના પેલા ભરૂડીયા, ભચાઉ, કાંથકોટમાં આગ લાગી હતી તેમ ફાયર વિભાગે જણાવ્યું હતું.

Comments

COMMENT / REPLY FROM