કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ રોમાંચક જામતી મેચો
ભુજ - કચ્છઉદય : જયુબિલી ગ્રાઉન્ડ ભુજ તથા મીરઝાપર ગ્રાઉન્ડ મધ્યે રમાઇ રહી છે. ૪૦૦ ટીમોથી વધુ રમાનાર મેચ રોમાંચ અને ઉત્સાહથી ભરપુર છે અને બહોળી સંખ્યામાં ખેલ દર્શક ઉપસ્થિત રહી ખેલાડીઓને ઉત્સાહ અને આયોજકો - વ્યવસ્થાપકોને અભિનંદન આપે છે.ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન- ૪ના ૨૬માં દિવસે જ્યુબિલી ગાઉન્ડ અને ૨૪માં દિવસે મીરઝાપર ખાતે મેચો રમાઈ રહી છે. સાંસદે જણાવ્યું હતું કે, ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. ૪૦૦થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ - મોરબી, માળીયાની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહ્યા છે.૨૯મી મેના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ “નાગર ઇલેવન” અને ”દોસ્તી લોહારીયા બી ઇલેવન વચ્ચે રમાઇ, બીજી મેચ “નાગરાજ ફાઇટર ઇલેવન માધાપર અને “વિરાટ ઇલેવન મમુઆરા” વચ્ચે રમાઇ, ત્રીજી મેચ “જય સીયારામ ઇલેવન” અને “જય માતાજી ઇલેવન” વચ્ચે રમાઇ હતી. ચોથી મેચ “સત્ય નિત્ય ઇલેવન અને પરશુરામઇલેવન ભુજ વચ્ચે રમાઇ, પાંચમી મેચ શૌર્ય દીપ ઇલેવન ભુજ અને આઈસ ઇલેવન વચ્ચે રમાઇ, છઠ્ઠી મેચમાં ઇલેવન નખત્રાણા અને આઇ મોમાય ઇલેવન નાના કપાયા વચ્ચે રમાઈ, સાતમી ઇલેવન યંગ સ્ટનર ઇલેવન અને કાદરી ઇલેવન આદિપુર વચ્ચે રમાઈ જયારે આઠમી મેચ યંગ સ્ટાર ઇલેવન ઉબેર અને કિસ્મત ઇલેવન ખીરસરા વચ્ચે રમાઈ હતી. કચ્છ લોકસભા ઓપન ડે-નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪માં મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવે છે. આ મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સર્વે જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે.

Comments