Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ બી ડિવિઝન પોલીસનો સપાટો : મોટી વ્યુહાત્મક છેતરપીંડી કેસમાં બંટી દબોચાયો : સાગરીતોને પકડવા તજવીજ તેજ

30 May

નામદાર કોર્ટે આરોપીના નિયમિત જામીન કર્યા નામંજુર : બે સાગરીતો ઉપરાંતના વધુ નવા ખુલાસા થવાની વકી

ગાંધીધામ : ગાંધીધામ બી ડીવી. પોલીસ દ્વારા છેતરપીંડી આચરી નાસતા ફરતા શખ્સો પેકીના એક શખ્સને દબોચી લેવામા આવ્યો છે. આ બાબતે મળેલી માહીતી અનુસાર ફરીયાદી જગદીશ અયાચી દ્વારા કરવામાં આવેલી ફરીયાદના અનુસંધાનમાં  જગજીતસિંહ ઉર્ફે બંટી ઉ.વ.૪૩ની કેસ ન. ૦૧૩૯/ર૬ બીએનએસ કલમ ૩૧૬(ર),૩૧૮(૪) પ૪ મુજબના ગુના કામે  તા. રપમી મે ર૬ના અટક કરી ત્રણ દીવસના રીમાન્ડ માંગતા ૧ દીવસના રીમાનડ મંજુર કરેલ અને સઘન પુછતાછ અને તપાસ કર્યા બાદ કોર્ટમાં આધાર અને ચુકવેલ રૂપીયાના બેન્ક સ્ટેટમેન્ટ રજુ કરી અને અન્ય પુરારા રજુ કરી અને તેના આધારે કોર્ટે બંટીએ કરેલ છેતરપીંડી તથા ભેગા મળીને રૂપીયા પડાવી લેવા તથા ફરીયાદને બ્લેકમેઈલ કરેલ છે તે તથ્ય લાગતા કોર્ટે તેના રેગ્યુલર જામીન નામંજુર કરી અને ભુજ પાલારા જેલમાં મોકલી આપવા ઓર્ડર કરેલ અને હજુ તેના બન્ને સાગરીતો જે સાથે મળીને છેતરપીંડી વ્યુહરચના બની હતી તેની પેાલીસ તપાસ કરી રહી છે અને ટુંક સમયમાં તેમની પણ ધરપકડ કરવામા આવશે તેવુ જણાય છે.

Comments

COMMENT / REPLY FROM