Trending News
સ્થાનિક સમાચાર

ભુજ પોક્સો કોર્ટે સગીરાનું શોષણ કરનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ ફટકાર

29 May

પીડિતાને ૩.૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ

ભુજ - કચ્છઉદય : ભુજની વિશેષ પોક્સો કોર્ટ દ્વારા સગીરાના શોષણના એક ગંભીર કેસમાં આરોપીને દોષિત ઠેરવી કડક સજા ફટકારતો મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. મુન્દ્રા તાલુકાના લુણી ગામના વતની આરોપી ભરતસિંહ ભીખુભા જાડેજાએ એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના અંગેની ફરિયાદ ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ મુન્દ્રા પોલીસ મથકે નોંધવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપીએ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ કેસની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન દ્વારા ૩૦ દસ્તાવેજી પુરાવા અને ૧૧ સાક્ષીઓની જુબાની રજૂ કરવામાં આવી હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ અને પોક્સો એક્ટની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને કોર્ટના જજ એ. જે. ઠક્કરે આરોપીને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને સાથે ૩,૫૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ કર્યો છે. આ ઉપરાંત, પીડિતાને ૩.૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકાર પક્ષે વકીલ એચ. બી. જાડેજાએ ધારદાર દલીલો કરી હતી. ફરિયાદી પક્ષે ગાંધીધામના તારા શાસ્ત્રી નવીન રબારી અને મેહુલ રબારી હાજર રહ્યા હતા. જ્યારે મુન્દ્રા પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઈ હાર્દિક એસ. ત્રિવેદીએ તપાસ હાથ ધરી હતી. 

Comments

COMMENT / REPLY FROM