Trending News
સ્થાનિક સમાચાર

ડુમરામાં ગટર લાઈનની સમસ્યાથી લોકો પરેશાન

29 May


ડુમરા - કચ્છઉદય : અબડાસા તલાુકાના ડુમરા ગામમાં ગટરલાઈનોની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. આ મુદ્દે ગ્રામ પંચાયત પણ દાદ આપતી ન હોવાથી ગ્રામજનો ગટર લાઈનના દુષિત પાણીથી હેરાન - પરેશાન થઈ રહ્યા છે. ડુમરા ગામના અનેક વિસ્તારોમાં ગટર વ્યવસ્થા તો ઉભી કરવામાં આવી છે, પરંતુ ગટર લાઈનની જે પ્રમાણે સુચારૂ ઢબે વ્યવસ્થા કરવી જોઈએ તે વ્યવસ્થા કરવામાં ખુદ ગ્રામ પંચાયત જ ઉણી ઉતરી છે.સરપંચ - તલાટીને ગટર સમસ્યા સંદર્ભે અનેકવાર રજૂઆત કરવા છતાં તેમના તરફથી સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. ગામના કેટલાક વિસ્તારમાં સતત દુષિત પાણી શેરીઓમાં વહે છે, જેના લીધે રોગચાળો ફાટી નીકળવાની પણ સંભાવના છે. અધિક માસ ચાલતો હોવાથી ગામની માતા-બહેનોને પણ દુષિત પાણીમાંથી જ પસાર થઈને મંદિરે જવું પડે છે. અમુક ગટર લાઈનોનું પાણી ગામના મુખ્ય તળાવમાં જાય છે, જેના લીધે તળાવનું પાણી દુષિત થઈ ગયું છે. મફતનગરના પારાધીવાસની સામેની ગટર લાઈનની સમસ્યા છેલ્લા ચાર-પાંચ વર્ષથી એમની એમ જ સ્થિતિમાં છે. જેનું દુષિત પાણી ગામના મુખ્ય તળાવમાં જાય છે. આના કારણે ગામમાં વિવિધ રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. જેની જવાબદારી કોણે લેશે ? સત્વરે ગામની ગટર લાઈનની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ સોઢા દર્શન પ્રદિપભાઈ, સોઢા પ્રદિપ હરિરામભાઈ, ઉપાધ્યાય રાજેશ વેલજીભાઈ, ગઢવી અરવિંદ વીરાભાઈ, ગઢવી જીતેશ ભોજરાજ, સોઢા રાજ પ્રવિણભાઈ, ડુડિયા વિનીત પ્રેમજીભાઈ, ડુડિયા વિશાલ પ્રેમજીભાઈ, ચૌહાણ કિશોર ભાણજીભાઈ અને રાજગોર ધવલ સતીષભાઈ સહિતના ગ્રામજનો દ્વારા કરાઈ છે.

Comments

COMMENT / REPLY FROM