Trending News
સ્થાનિક સમાચાર

સાંસદ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટે જમાવ્યો અનેરો રંગ

29 May

ભુજ - કચ્છઉદય : શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે-નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ના ૨૫માં દિવસે જ્યુબિલી ગાઉન્ડ અને ૨૩માં દિવસે મીરઝાપર ખાતે મેચો રમાઈ રહી હતી. કચ્છ સાંસદે જણાવ્યું હતું કે, ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. ૪૦૦થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ - મોરબી માળીયાની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહી છે.આ સાથે ૨૫મા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ “જામલકૃપા ઇલેવન” અને “રેયાન્સ બંગલો ઇલેવન” વચ્ચે રમાઇ હતી, જેમાં “રેયાન્સ બંગલો ઇલેવન” ની ટીમ વિજેતા થઈ હતી. બીજી મેચ “સાહિલવા ઇલેવન” અને “રોયલ એકેડમી ઇલેવન” વચ્ચે રમાઇ હતી, જેમાં સાહિલવા ઇલેવન ટીમ વિજેતા થઈ હતી. ત્રીજી મેચ “સુમિત ઇલેવન” અને “મહાવીરનગર ઇલેવન” વચ્ચે રમાઇ હતી, જેમાં “મહાવીરનગર ઇલેવન” ની જીત થઈ હતી. ચોથી મેચ “જય ગોગા એ ઇલેવન” અને “નુર નોડે ઇલેવન” વચ્ચે રમાઇ હતી, જેમાં “જય ગોગા એ ઇલેવન” ની જીત થઈ હતી. પાંચમી મેચ “જલીયાણ બી ઇલેવન” અને “ફેન્સ ઇલેવન સુથરી” વચ્ચે રમાઇ હતી, જેમાં “જલીયાણ બી ઇલેવન”ની ટીમ વિજેતા થઈ હતી. છઠ્ઠી મેચ જલીયાણ એ ઇલેવન અને સાક્ષી ઇલેવન ભુજ વચ્ચે રમાઈ હતી, જેમાં સાક્ષી ઇલેવન ભુજની ટીમ વિજેતા થઈ હતી. કચ્છ લોકસભા ઓપન ડે-નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪માં મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવે છે. આ મેચો દરમ્યાન ખેલાડીઓને જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે. 

Comments

COMMENT / REPLY FROM