અંજાર પાસે સોલાર પ્લાન્ટમાંથી ૨૦ લાખના કેબલ વાયરની તસ્કરી
અંજાર - કચ્છ ઉદય : તાલુકાના કોટડા ગામ સીમ વિસ્તારમાં આવેલા એશિયા પેસિફિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સોલાર પ્લાન્ટ ખાતે અજાણ્યા ચોર ઈસમોએ ત્રાટકી અંદાજે રૂ.૨૦ લાખના ડ્ઢઝ્ર સોલાર કેબલ વાયરની ચોરી કરી ફરાર થઈ જતાં દુધઈ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.મળતી માહિતી મુજબ, તા.૦૮/૦૫/૨૦૨૫ થી તા.૨૨/૦૫/૨૦૨૫ દરમિયાન કોઈપણ સમયે કોટડા ગામે નેચરલ પેટ્રોકેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સ્થાપિત કરવામાં આવેલા સોલાર પ્લાન્ટના ગોડાઉનમાં અજાણ્યા ચોર ઈસમોએ લોખંડની ગ્રીલ તોડી ગુપ્ત રીતે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ KEI INDUSTRISE કંપનીના DCસોલાર કેબલ વાયરના બે બોક્સ, જેની કિંમત અંદાજે રૂ.૨૦,૦૦,૦૦૦ થાય છે, તેની ચોરી કરી હતી.આ બનાવ અંગે પવન રિયાલત જટે, રહે. વોર્ડ નં.૨૮, ભગતની બારી પાસે, નવલગઢ, ઝુંઝુનુ (રાજસ્થાન) હાલ એશિયા પેસિફિક પ્રાઇવેટ લિમિટેડ કંપની, કોટડા ખાતે નોકરી કરતા હોવાના આધારે દુધઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫(એ), ૩૩૧(૩) અને ૩૩૧(૪) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments