Trending News
સ્થાનિક સમાચાર

અંજારમાં મહિલાનું રહસ્યમય મોત, પોલીસ દ્વારા તપાસ શરૂ

29 May

અંજાર - કચ્છ ઉદય : પોલીસ મથક ખાતે અ.મોત નં. ૫૮/૨૦૨૬ મ્દ્ગજીજી કલમ ૧૯૪ મુજબ નોંધ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ તા. ૨૮/૦૫/૨૦૨૬ના રોજ સાંજે અંદાજે ૬ઃ૧૬ થી ૬ઃ૪૫ દરમિયાન ગજનંદ પાર્ક મેઘપર બોરીચી, તાલુકા અંજાર ખાતે રહેતા લીલાબેન કેવલ ભાનુશાળી (ઉ.વ.૪૦) પોતાના નિવાસસ્થાને પાછળના ભાગે મેઘપર બોરીચી વિસ્તારમાં કોઈ અજાણ્યા કારણોસર પંખામાં ગળેફાંસો ખાઈ મૃત્યુ પામ્યા હતા.બાદમાં તેમને સારવાર અર્થે અંજારની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં મામલતદાર અંજારને ઇન્ક્‌વેસ્ટ કાર્યવાહી માટે જાણ કરવામાં આવી હતી.અંજાર પોલીસ દ્વારા અ.મોત નોંધ કરી પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા મૃત્યુનું સાચું કારણ જાણવા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. આ અંગેની આગળની તપાસ પો.સબ ઇન્સ્પેક્ટર બી.એસ. ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

Comments

COMMENT / REPLY FROM