Trending News
સ્થાનિક સમાચાર

મહારાઓ પ્રાગમલજી ત્રીજાની પાંચમી પુણ્યતિથિએ સેવા કાર્યો કરાયા

28 May

ભુજ - કચ્છઉદય : મહારાઓ પ્રાગમલજી ત્રીજાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનસિક દિવ્યાંગો, એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધો, રંક બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, ગાય માતાઓને ઘાસચારો, માછલીઓને લોટ, કીડીઓને કીડીયારું અર્પણ કરી જીવદયાનાં કાર્યો કરવામાં આવ્યા હતા. મહારાઓ પ્રાગમલજી ત્રીજાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, રવિન્દ્રભાઇ સંઘવી, જીતેન્દ્રભાઇ ધારશીં શાહ, પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા દ્વારા સેવાકાર્યો કરાયા હતા. 

Comments

COMMENT / REPLY FROM