ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસની પાર્સલ બોક્ષની આડમાં વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડતી કામગીરી
રાજસ્થાન જોધપુરથી ‘જાખર ટ્રાવેલ્સ‘ મારફતે દારૂ મંગાવ્યાનો ખુલાસો
ગાંધીધામ : ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ દ્વારા પ્રોહિબિશન અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા માટે હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત મોટી સફળતા મળી છે. મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા (સરહદી રેન્જ, ભુજ) તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક(અંજાર વિભાગ) ના સૂચનો મુજબ, પોલીસ ઇન્સપેકટર એસ.વી. ગોજીયાના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી હતી. સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે, કચ્છ હાઇવે ટ્રાન્સપોર્ટમાં પાર્સલ બોક્ષની આડમાં વિદેશી દારૂ મંગાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ હકીકત આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી પપ્પુરામ ઘેવરરામ મેઘવાલને ૨ નંગ પાર્સલ બોક્ષ સાથે પકડી પાડવામાં આવ્યો હતો, જેમાં ૧૨ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ મામલે પકડાયેલ આરોપી સહિત અન્ય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન રાજસ્થાન જોધપુરથી ‘જાખર ટ્રાવેલ્સ‘ મારફતે દારૂ મંગાવ્યાની કબૂલાત કરતા, પોલીસે વોચ રાખી ટ્રાવેલ્સમાંથી ૩ નંગ પાર્સલ બોક્ષ ઝડપી પાડ્યા હતા. જેમાંથી ૧૪૪ નંગ બિયર ટીન મળી આવતા વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી. ગોજીયા, પો.સબ ઇન્સ. એલ.એન. વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.
.................
પકડાયેલ અને વોન્ટેડ આરોપીઓ
પપ્પુરામ ઘેવરરામ મેઘવાલ (ઉ.વ. ૩૪, રહે. ગણેશનગર, ગાંધીધામ) અને કાનજી ઉર્ફે કાનો ડાયાભાઈ સુંઢા (ઉ.વ. ૪૭, રહે. સેક્ટર-૦૭, ગાંધીધામ). વોન્ટેડઃ મનોહરસિંગ પ્રેમસિંગ ભાટી (રહે. જોધપુર).
............
કબ્જે કરવામાં આવેલ મુદામાલ :
પોલીસ દ્વારા વિદેશી દારૂની ૧૨ બોટલ (કિ.રૂ. ૨૦,૫૫૫), ૧૪૪ બિયર ટીન (કિ.રૂ. ૨૦,૭૩૬), મોબાઈલ ફોન અને બિલ્ટી મળી કુલ અંદાજિત કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Comments