રાપરના ભુટકિયામાં શરમનાક કૃત્ય આચારાયું
પતિ સહિત બે શખ્સો સામે મહિલાની ફરિયાદ, મારામારી અને છેડતીનો ગુનો નોંધાયો
રાપર તાલુકાના ભુટકિયા ગામે મહિલાએ પોતાના પતિ અને અન્ય એક શખ્સ સામે મારામારી, ગાળાગાળી તથા છેડતીની ફરિયાદ નોંધાવતા આડેસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ફરિયાદ મુજબ, ફરિયાદી મહિલા પોતાના ઘરે દીકરાને નેટ ભરાવતા હતા ત્યારે તેમના પતિ અને અન્ય એક શખ્સ ત્યાં આવી પહોંચ્યા હતા. આ દરમિયાન બંનેએ મહિલાને ગાળાગાળી શરૂ કરી હતી. મહિલાએ વિરોધ કરતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલા સાથે ઝઘડો કરી મારામારી શરૂ કરી હતી.ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીઓએ મહિલાના માથાના તથા પીઠના ભાગે પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો હતો તેમજ લાત વડે પણ હુમલો કર્યો હતો. આરોપીઓએ મહિલાના કપડા ખેંચી છેડતી કરી જાહેરમાં શરમજનક વર્તન કર્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.બનાવ અંગે મહિલાની ફરિયાદના આધારે આડેસર પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૨૯૬(બ), ૩૫૧(૨) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

Comments