કરાચીથી વાયા કચ્છ દિલ્હી સુધીના કરોડોના ડ્રગ્સ કૌભાંડ માં અનેક ભેદભરમ
એજન્સીઓને ગેરમાર્ગે દોરવાનો કારસો તો નહીં ને ?
ખાટલે મોટી ખોટ : આ કેસમાં હજુ અનેક ભેદભરમ અકબંધ છે. ડ્રગ્સનો મૂળ સ્ત્રોત, કચ્છ સુધીનો ચોક્કસ રૂટ, સ્થાનિક સ્તરે મદદ કરનાર તત્વો, દિલ્હી સુધીની સપ્લાય ચેન અને ફરાર થયેલા વ્યક્તિની ભૂમિકા જેવા મુદ્દાઓ હજુ સ્પષ્ટ થયા નથી. તેથી હવે જરૂરી બની રહ્યું છે : યુરોપ નામના જહાજમાથી કોકેઈન ઉતારી અને કઈ બોટમાથી કોની કોની મદદથી આ માદક પદાર્થ ડીલીવરી લેનારાઓ સુધી પહોચવાનો હતો?
ગાંધીધામ : કરાચીથી દરિયાઈ માર્ગે કચ્છ સુધી અને ત્યાંથી દિલ્હી સુધી કરોડોના ડ્રગ્સ પહોંચાડવાના આંતરરાષ્ટ્રીય કાવતરાનો પર્દાફાશ કરવામાં ગુજરાત છ્જી અને કોસ્ટગાર્ડ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી નિશ્ચિત રીતે આવકારદાયક કહી શકાય. પરંતુ સમગ્ર ઘટનાક્રમમાં અનેક એવા સવાલો ઉભા થયા છે, જે હવે તપાસ એજન્સીઓ માટે પણ મોટો પડકાર બની રહ્યા છે. સ્થાનિક સ્તરે અને સુરક્ષા વર્તુળોમાં એવી ચર્ચાઓ તેજ બની રહી છે કે ક્યાંક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ દ્વારા ભારતીય એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે આ આખી કાર્યવાહીનો કોઈ ભાગ પૂર્વનિયોજિત તો નહોતો ને? પ્રકાશિત વિગતો મુજબ સમગ્ર ઓપરેશન દરમિયાન ભારે સુરક્ષા બંદોબસ્ત અને અનેક એજન્સીઓની હાજરી હોવા છતાં એક વ્યક્તિ ફરાર થઈ જવો અનેક શંકાઓ ઊભી કરી રહ્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે શું ફરાર થયેલો વ્યક્તિ માત્ર આરોપી હતો કે પછી કોઈ ઇનફોર્મર અથવા ડ્રગ્સ પેડલર્સની કોઈ ઊંડી યોજના નો ભાગ હતો? કારણ કે એટલી મોટી સંખ્યામાં સુરક્ષા સ્ટાફની હાજરી વચ્ચે કોઈ એક વ્યક્તિ સહેલાઈથી ગાયબ થઈ જાય તે સામાન્ય બાબત માનવામાં આવી રહી નથી. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ ઘણીવાર તપાસ એજન્સીઓને ભટકાવવા માટે ડમી ઓપરેશન, ખોટા રૂટ અથવા નિયંત્રિત માહિતીનો ઉપયોગ કરતા હોવાના ઉદાહરણો અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. ત્યારે કચ્છના દરિયાકાંઠે ઝડપાયેલ આ કેસમાં પણ શું કોઈ મોટું નેટવર્ક પોતાના મૂળ ખેલાડીઓને બચાવવા માટે એજન્સીઓને બીજા દિશામાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરી રહ્યું હતું કે કેમ તે દિશામાં પણ તપાસ જરૂરી બની રહી છે. કરાચીથી શરૂ થયેલી અને કચ્છ મારફતે દિલ્હી સુધી પહોંચનારી આ કડી માત્ર સામાન્ય સ્મગલિંગનો કેસ નથી લાગતો. તેમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન,દરિયાઈ માર્ગ, સ્થાનિક સપોર્ટ સિસ્ટમ અને દેશના મોટા શહેરો સુધીનું નેટવર્ક કાર્યરત હોવાની શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. જો તપાસ માત્ર જપ્તી અને કેટલાક આરોપીઓ સુધી મર્યાદિત રહેશે તો પાછળ રહેલા મુખ્ય માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવું મુશ્કેલ બની શકે છે. સ્થાનિક સ્તરે પણ ચર્ચા ચાલી રહી છે કે આ કેસમાં હજુ અનેક ભેદભરમ અકબંધ છે. ડ્રગ્સનો મૂળ સ્ત્રોત, કચ્છ સુધીનો ચોક્કસ રૂટ, સ્થાનિક સ્તરે મદદ કરનાર તત્વો, દિલ્હી સુધીની સપ્લાય ચેન અને ફરાર થયેલા વ્યક્તિની ભૂમિકા જેવા મુદ્દાઓ હજુ સ્પષ્ટ થયા નથી. તેથી હવે જરૂરી બની રહ્યું છે કે છ્જી, કોસ્ટગાર્ડ અને કેન્દ્રિય એજન્સીઓ સંકલિત રીતે આ સમગ્ર કેસની બહુઆયામી તપાસ કરે.કારણ કે જો ખરેખર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ દ્વારા ભારતીય એજન્સીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો હોય તો તે માત્ર એક ડ્રગ્સ કેસ નહીં, પરંતુ દેશની સુરક્ષા વ્યવસ્થા સામેનો ગંભીર પડકાર પણ સાબિત થઈ શકે છે.
.....................
આ સવાલો બાબતે થવા જોઈએ ત્વરિત ખુલાસા..!
૧. એટલી મોટી કાર્યવાહી દરમિયાન એક વ્યક્તિ ફરાર કેવી રીતે થઈ ગયો ૨. શું ફરાર થયેલો વ્યક્તિ કોઈ ઇનફોર્મર હતો ૩. ડ્રગ્સ પેડલર્સ દ્વારા એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે “પ્લાન્ડ સીઝર” ગોઠવાયું હતું ૪. કરાચીથી કચ્છ સુધીનો મૂળ દરિયાઈ રૂટ કયો હતો ૫. કચ્છમાં સ્થાનિક સ્તરે કોના સહકારથી ડ્રગ્સની હેરાફેરી થવાની હતી ૬. શું આ કેસમાં કોઈ આંતરિક લીકેજ અથવા મિલીભગત હતી ૭. કરોડોના ડ્રગ્સનો જથ્થો માત્ર ડાયવર્ઝન માટેનો “ડમી કન્સાઈનમેન્ટ” તો નહોતો ૮. શું પાછળથી વધુ મોટી ડ્રગ્સ કન્સાઈનમેન્ટ સુરક્ષિત રીતે પસાર કરાવવાની કોઈ યોજના હતી ૯. દિલ્હી સુધીની સપ્લાય ચેનમાં કયા કયા લોકો સામેલ હતા ૧૦.આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટના મુખ્ય માસ્ટરમાઈન્ડ સુધી તપાસ પહોંચશે ૧૧. ફરાર થયેલા વ્યક્તિના મોબાઈલ, કોલ રેકોર્ડ અને વિદેશી કનેક્શનની તપાસ થશે ૧૨. શું ડ્રગ્સ માફિયાઓએ એજન્સીઓને ભટકાવવા માટે નિયંત્રિત માહિતી આપી હતી ૧૩. દરિયાઈ સુરક્ષા અને ઈન્ટેલિજન્સ સિસ્ટમમાં ક્યાંક ચૂક રહી ગઈ ૧૪. કચ્છના દરિયાકાંઠે અગાઉ પણ આવા રૂટનો ઉપયોગ થયો હોવાની શક્યતા છે ૧૫. માત્ર જપ્તી પૂરતી કાર્યવાહી રહેશે કે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થશે?

Comments