ભુજ બી ડિવિઝન પોલીસે ખોવાયેલા સાત મોબાઈલ શોધી માલિકોને પરત કર્યા
ભુજ - કચ્છઉદય : ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવાની કામગીરીમાં સફળતા મેળવી છે. આ કામગીરીના ભાગરૂપે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.એમ. હેરમાના નેતૃત્વમાં સર્વેલન્સ ટીમ અને ટેકનિકલ મદદનીશો દ્વારા ભારત સરકારના સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અરજદારો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોને ધ્યાને લઈ, પોલીસે ટેકનિકલ વર્કઆઉટ અને સતત મોનિટરિંગ દ્વારા સાત જેટલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે.કુલ ૧,૪૭,૩૮૬ રૂપિયાની અંદાજિત કિંમતના આ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. પોલીસની આ સક્રિય કામગીરીથી ’તેરા તુજકો અર્પણ’ સૂત્ર સાર્થક થયું છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર એ.એમ. હેરમાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. દિલિપસિંહ સિંધવ, હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ વણકર, ભરતભાઈ માજીરાણા, મુકેશભાઈ પટણી, લાલજીભાઈ મકવાણા, મહાવીરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, પ્રકાશભાઈ ઠાકોર, કોન્સ્ટેબલ નાનુભાઈ કરમટા, શ્યામ ગઢવી તથા ટેકનિકલ આસિસ્ટન્ટ શ્રીઓમ દેવજીભાઈ કોટિયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે આ પ્રકારે કામગીરી કરી ’પોલીસ પ્રજાનો મિત્ર છે’ તે સૂત્રને ફરી એકવાર સાર્થક કરી બતાવ્યું છે.

Comments