કચ્છમાથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડીકેટનો ભાંડાફોળ
જહાજ બ્રાાઝિલ,મેકિસકો, યુએસ - કરાંચી થઈને મુંદરા પહોચ્યું
મુંદરામાંથી કરોડોના ડ્રગ્સકાંડનો પર્દાફાશ
ગાંધીધામ : એટીએસ તથા અનસીબી દ્વારા મુંદરામાથી કરોડોનો કોકેઈનનો ડ્રગ્સનો જથ્થો સફળતાથી પૂર્વક ઓપેરેશન પાર પાડીને ઝડપી પાડવામા આવ્યું છે. આજ રોજ આ બાબતે એટીએસ કાર્યાલય મધ્યેથી રાજયના પોલીસ વડા શ્રી રાવે પ્રેસ યોજી અને માહીતી આપી હતી. તેઓએ કહ્યુ હતુ કે, ડ્રગ્સ મુકત ગુજરાત માટે રાજય સરકાર-પોલીસ વિભાગ કટિબદ્ધ છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી રાવે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કચ્છના મુન્દ્રા દરિયાકાંઠે હાથ ધરવામાં આવેલા એક સફળ સંયુક્ત ઓપરેશનની વિગતો જાહેર કરી હતી. ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે.એટીએસના પોલીસ અધિકારી જેમ પટેલની ટીમને બાતમી મળી હતી કે પાકિસ્તાનના પોર્ટ કાસીમથી નીકળેલું એક જહાજ મોટા પ્રમાણમાં માદક પદાર્થો લઈને કચ્છના દરિયાકાંઠે આવી રહ્યું છે. આ બાતમીના આધારે એટીએસના એસપી શ્રી સિદ્ધાર્થ અને તેમની ટીમ તાત્કાલિક ૨૫મીની રાત્રે મુન્દ્રા રવાના થઈ હતી. ૨૬મી વહેલી સવારે, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના અધિકારીઓ સાથે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને ‘યુરોપ’ નામની શંકાસ્પદ બોટને આંતરવામાં આવી હતી.
રાજ્ય પોલીસ વડા શ્રી રાવે જણાવ્યું હતું કે, આ ડ્રગ્સનો મોટો જથ્થો પ્રથમ વખત લાવવામાં આવ્યો છે કે અગાઉ પણ આવી હેરાફેરી થઈ છે, તે અંગે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે. ઓપરેશન દરમિયાન એક શખ્સ પોલીસને જોઈને દરિયામાં કૂદી પડ્યો હતો, જેની શોધખોળ માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આ સક્રિયતાએ ડ્રગ્સ માફિયાઓના મનસૂબાઓ પર પાણી ફેરવી દીધું છે અને આ કેસમાં વધુ ખુલાસાઓ ફોરેન્સિક રિપોર્ટ બાદ સામે આવશે.ગુજરાત તથા ભારતીય કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બ્રાઝિલથી ગુજરાતના દરિયા કાંઠે
પહોંચાડવામાં આવેલા અંદાજે ૧૫૦ કિલો જેટલા પ્રતિબંધિત માદક પદાર્થ કોકેનના જથ્થાને ઝડપી પાડવાના ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત છ્જીના પોલીસ અધિક્ષક જે.એમ. પટેલને મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે યુરોપના નાગરિકો તથા અને તેમના સાગરીતો દ્વારા બ્રાઝિલથી દરિયાઈ માર્ગે કોકેનનો જથ્થો ગુજરાતના દરિયા વિસ્તારમાં લાવી દિલ્હી સુધી પહોંચાડવાની યોજના ઘડાઈ હતી.મળેલી ચોક્કસ માહિતીના આધારે ગુજરાત છ્જીના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક કે. સિદ્ધાર્થના નેતૃત્વમાં ટીમ રચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં છ્જીના અધિકારીઓ વી.આર. જાડેજા, બી.એમ. પટેલ તથા જે.પી. વરસોરાની ટીમો સાથે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત તપાસ શરૂ કરવામાં આવી હતી. આ કામગીરીમાં ભારતીય કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે સંયુક્ત સંકલન કરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓ દ્વારા મુન્દ્રા નજીક દરિયાઈ વિસ્તારમાં બોટ મારફતે કોકેનનો જથ્થો પહોંચાડવાનો પ્રયાસ થવાનો હતો અને ત્યારબાદ આ જથ્થો દિલ્હી ખાતે રહેતા દ્ભીઙ્મદૃૈહ ઝ્રરેાુેદ્બટ્ઠ તથા મ્અટ્ઠિેરટ્ઠહખ્તટ્ઠ ત્નટ્ઠદ્બીજ નામના વ્યક્તિઓને સોંપવાનો હતો. છ્જી અને કોસ્ટગાર્ડની સંયુક્ત ટીમ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સતત વોચ ગોઠવી રાખવામાં આવી હતી.ઓપરેશન દરમિયાન શંકાસ્પદ ગતિવિધિઓ નજરે પડતા દરિયાઈ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓના નેટવર્ક, હવાલા મારફતે થતી નાણાકીય હેરફેર તેમજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ સાથેના સંબંધોને લઈને પણ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. સમગ્ર મામલે વધુ પૂછપરછ અને તપાસ ચાલુ હોવાનું ગુજરાત છ્જી દ્વારા જણાવાયું છે.મુન્દ્રા નજીક આવેલા જવા મોટેલ જેટી વિસ્તારમાં દરિયામાં તરતા હાલતમાં પાંચ શંકાસ્પદ થેલાઓ મળી આવતા કોસ્ટગાર્ડ તથા સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. કોસ્ટગાર્ડની મદદથી પાણીમાંથી બહાર કાઢવામાં આવેલા આ પાંચેય થેલાઓની તપાસ દરમિયાન તેમાં રહેલા પાર્સલોમાંથીમોટી માત્રામાં પ્રતિબંધિત પદાર્થ મળી આવ્યો હતો.પ્રાથમિક તપાસ અને ફીલ્ડ ટેસ્ટ દરમિયાન મળેલ પદાર્થ કોકેઈન હોવાની પુષ્ટિ થતા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી. પાંચેય થેલાઓમાંથી કુલ ૧૧૫ પેકેટ મળી આવ્યા હતા, જેનું કુલ વજન અંદાજે ૧૧૮.૬૭૧ કિલો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત થેલાઓમાંથી ચાર એપલ એર ટેગ્સ પણ મળી આવ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન એમ.જી. કચ્છ-ભુજ પોલીસ, એ.ડી. પરમાર, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ તથા તેમની ટીમો હાજર રહી હતી.તપાસ આગળ વધતા એજન્સીઓને વાડામાંથી શંકાસ્પદ બોટ અંગે માહિતી મળી હતી. ત્યારબાદ ગુજરાત છ્જી અને કોસ્ટગાર્ડની સંયુક્ત ટીમે દરિયામાં બોટને રોકી તેની તલાશી લીધી હતી. બોટમાંથી મળેલા સાધનો અને દસ્તાવેજોના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. બોટમાં હાજર નામના શખ્સની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ ડ્રગ્સનો જથ્થો વિદેશમાંથી લાવવામાં આવ્યો હતો અને સમુદ્ર માર્ગે ડિલિવરી કરવાની તૈયારી ચાલી રહી હતી.વધુ પૂછપરછ દરમિયાન અન્ય આરોપીદ દરિયામાં કૂદી ફરાર થવાનો પ્રયાસ કર્યાની માહિતી પણ સામે આવી છે, જેની શોધખોળ હાલ ચાલુ રાખવામાં આવી છે. બોટના સ્ટીયરિંગ ગિયર બોક્સમાંથી કંપનીનું અને સેટેલાઈટ કોમ્યુનિકેટર પણ જપ્ત કરવામાં આવ્યું છે.
આ કેસમાં ધરપકડ કરી તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. વધુમાં દ્ભીઙ્મદૃૈહ ઝ્રરેાુેદ્બટ્ઠ અને મ્અટ્ઠિેરટ્ઠહખ્તટ્ઠ ત્નટ્ઠદ્બીજ નામના અન્ય શખ્સોને દિલ્હી ખાતેથી ગુજરાત છ્જી દ્વારા રાઉન્ડ અપ કરી ગુજરાત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ ઝડપાયેલા આરોપીઓ પૈકી એક નાઈજિરિયા અને એક યુગાન્ડાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર ઓપરેશન દરમિયાન મુન્દ્રા પોર્ટ ઓથોરિટી દ્વારા પણ જરૂરી સહયોગ આપવામાં આવ્યો હતો. ગુજરાત છ્જી, કોસ્ટગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.સિન્ડિકેટ સાથેના સંબંધોને લઈને પણ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. સમગ્ર મામલે વધુ પૂછપરછ અને તપાસ ચાલુ હોવાનું ગુજરાત છ્જી દ્વારા જણાવાયું છે.મુન્દ્રા નજીક આવેલા જવા મોટેલ જેટી વિસ્તારમાં દરિયામાં તરતા હાલતમાં પાંચ શંકાસ્પદ થેલાઓ મળી આવતા કોસ્ટગાર્ડ તથા સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. કોસ્ટગાર્ડની મદદથી પાણીમાંથી બહાર કાઢવામાં આવેલા આ
પાંચેય થેલાઓની તપાસ દરમિયાન તેમાં રહેલા પાર્સલોમાંથી મોટી માત્રામાં પ્રતિબંધિત પદાર્થ મળી આવ્યો હતો.પ્રાથમિક તપાસ અને ફીલ્ડ ટેસ્ટ દરમિયાન મળેલ
પદાર્થ કોકેઈન હોવાની પુષ્ટિ થતા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી. પાંચેય થેલાઓમાંથી કુલ ૧૧૫
પેકેટ મળી આવ્યા હતા, જેનું કુલ વજન અંદાજે ૧૧૮.૬૭૧ કિલો હોવાનું સામે આવ્યું છે. આ
ઉપરાંત થેલાઓમાંથી ચાર એપલ એર ટેગ્સ પણ મળી આવ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન એમ.જી. કચ્છ-ભુજ પોલીસ, એ.ડી. પરમાર, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ તથા તેમની ટીમો હાજર રહી હતી.
તપાસ આગળ વધતા એજન્સીઓને વાડામાંથી શંકાસ્પદ બોટ અંગે માહિતી મળી હતી. ત્યારબાદ ગુજરાત છ્જી અને કોસ્ટગાર્ડની સંયુક્ત ટીમે દરિયામાં બોટને રોકી તેની તલાશી લીધી હતી. બોટમાંથી મળેલા સાધનો અને દસ્તાવેજોના આધારે આરોપીઓ સુધી
પહોંચવામાં સફળતા મળી હતી. બોટમાં હાજર ત્નેદ્બટ્ઠ દ્ગટ્ઠજૈિર્ ંદ્બટ્ઠિ નામના શખ્સની
પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ ડ્રગ્સનો જથ્થો વિદેશમાંથી લાવવામાં આવ્યો હતો અને સમુદ્ર માર્ગે ડિલિવરી કરવાની તૈયારી ચાલી રહી હતી.વધુ
પૂછપરછ દરમિયાન અન્ય આરોપી દ્ગખ્તૈહખ્તૈીં દ્ગટ્ઠજર્જર્િ ત્નેદ્બટ્ઠહહીહીર્અ દરિયામાં કૂદી ફરાર થવાનો પ્રયાસ કર્યાની માહિતી પણ સામે આવી છે, જેની શોધખોળ હાલ ચાલુ રાખવામાં આવી છે. બોટના સ્ટીયરિંગ ગિયર બોક્સમાંથી ય્ટ્ઠદ્બિૈહ કંપનીનું ય્ઁજીસ્છઁ ૬૭ૈ ય્ઁજી અને સેટેલાઈટ કોમ્યુનિકેટર પણ જપ્ત કરવામાં આવ્યું છે.આ કેસમાં ત્નેદ્બટ્ઠ દ્ગટ્ઠજૈિર્ ંદ્બટ્ઠનિી ધરપકડ કરી તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. વધુમાં દ્ભીઙ્મદૃૈહ ઝ્રરેાુેદ્બટ્ઠ અને મ્અટ્ઠિેરટ્ઠહખ્તટ્ઠ ત્નટ્ઠદ્બીજ નામના અન્ય શખ્સોને દિલ્હી ખાતેથી ગુજરાત છ્જી દ્વારા રાઉન્ડ અપ કરી ગુજરાત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ ઝડપાયેલા આરોપીઓ
પૈકી એક નાઈજિરિયા અને એક યુગાન્ડાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.સમગ્ર ઓપરેશન દરમિયાન મુન્દ્રા પોર્ટ ઓથોરિટી દ્વારા પણ જરૂરી સહયોગ આપવામાં આવ્યો હતો. ગુજરાત છ્જી, કોસ્ટગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છ
...............
ગુજરાતને ડ્રગ્સનું ગેટ વે નહીં બનવા દઈએ : હર્ષ સંઘવી
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સફળતા અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા કહ્યું કે, ૧૧૫ કિલો કોકેઈન. ૧૦૦૦ કરોડ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, ગુજરાત ક્યારેય ડ્રગ્સનું ગેટવે બનશે નહીં. આ જટિલ ઓપરેશનને સફળ બનાવનાર ગુજરાત એટીએસ , ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને કચ્છ એસઓજીના તમામ અધિકારીઓની કામગીરીને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.
.................
ગૃહમંત્રી અમીત શાહના આગમન પહેલા કાર્યવાહી સૂચક
એકતરફ અબડાસા, લખપત અને માંડવીના દરિયા કિનારેથી બિનવારસુ ચરસ, હેરોઈનના પેકેટો મળી રહ્યા છે. આ સિવાય દરિયામાં તણાઈને આવતા પાંખડા, ડ્રોન, સેટેલાઈટ ફોન મળી રહ્યા છે. મુંદરામાં થોડા સમય અગાઉ જેહાદી ડ્રગ્સ પકડાયું હતું. આ વચ્ચે શુક્રવારે હરામીનાળા ખાતે ગૃહમંત્રી અમીત શાહ આવી રહ્યા છે. આ પહેલા થયેલી આ કાર્યવાહી સૂચક માનવામાં આવે છે.
...........................
પૂર્વ આયોજન
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સ બ્રાઝિલથી લોડ કરવામાં આવ્યું હતું અને અમેરિકા, મેક્સિકો તથા યુએસના વિવિધ બંદરો થઈને મુન્દ્રા પહોંચ્યું હતું. આ માદક પદાર્થને મોટી બોટમાંથી નાની બોટમાં ટ્રાન્સફર કરીને ડિલિવરી કરવાની યોજના હતી.
.........................
ઝડપાયેલા આરોપીઓ
ઓપરેશન દરમિયાન નાઈજીરીયાના રહેવાસી બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ જથ્થો દિલ્હીના દ્વારકા વિસ્તારમાં રહેતા તાંજાનિયા અને યુગાન્ડાના બે શખ્સો દ્ભીઙ્મદૃૈહ ઝ્રરેાુેદ્બટ્ઠ - મ્અટ્ઠિેરટ્ઠહખ્તટ્ઠ ત્નટ્ઠદ્બીજ લેવાના હતા, જેમને પણ પોલીસે પકડી લીધા છે.
.................
જપ્ત કરાયેલ મુદ્દામાલ
બોટની તલાશી લેતા કોકેઈન હોવાની શંકા ધરાવતા ૧૧૫ જેટલા પેકેટ મળી આવ્યા હતા, જેનું કુલ વજન અંદાજે ૧૧૮ કિલો થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિલો કોકેઈનની કિંમત અંદાજે ૧૦ કરોડ રૂપિયા આંકવામાં આવે છે.

Comments