Trending News
સ્થાનિક સમાચાર

વાયોરમાં શિકાર કરવા નીકળેલા ત્રણ શખ્સો હથિયારો સાથે ઝડપાયા

26 May



ભુજ - કચ્છઉદય :પશ્ચિમ કચ્છના વાયોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વન્ય જીવોના ગેરકાયદે શિકારની પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત વાયોર પોલીસના કર્મચારીઓ વિસ્તારમાં તૈનાત હતા ત્યારે તેમને ત્રણ શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસની ટીમે તપાસ કરતા આ ત્રણેય આરોપીઓ પાસેથી બે ભાલા અને એક કુહાડી મળી આવ્યા હતા, જેનો ઉપયોગ તેઓ શિકાર કરવા માટે કરવાના હતા. પોલીસની પૂછપરછમાં પકડાયેલા આરોપીઓની ઓળખ પ્રવીણ કેસા જાગરીયા, મનસુખ દામજી જાગરીયા અને પરસોત્તમ દાના જાગરીયા તરીકે થઈ છે, જેઓ તમામ લખપત તાલુકાના રહેવાસી છે. પોલીસે આ ત્રણેય ઈસમો વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
--------- 

Comments

COMMENT / REPLY FROM