ભુજમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : બે આરોપીઓની ધરપકડ
ભુજ - કચ્છઉદય : ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે નાગર ચકલા વિસ્તારમાં તાજેતરમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો સફળતાપૂર્વક પર્દાફાશ કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ બનાવ અંગે ગત ૨૩ મે ૨૦૨૬ના રોજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે બાદ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. નકુમના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ તપાસમાં જોડાયો હતો. પોલીસે ખાનગી સીસીટીવી કેમેરા, નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના ફૂટેજ તથા હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન દાદુપુર રોડ પર રહેતા ઓસ્માણ ગની ઉમર ગગડા અને આસીફ ઇબ્રાહિમ અબડા નામના બે શખ્સોને પકડી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ પાસેથી ૩૦ હજાર રૂપિયાની કિંમતનું એક્ટિવા, ૫,૭૦૦ રૂપિયા રોકડ અને એક ડિસમિસ કબ્જે કરવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. મોરી વધુ તપાસ ચલાવી રહ્યા છે.
--------

Comments