Trending News
ક્રાઈમ

મુંદરાના અપહરણ અને દુષ્કર્મની ગંભીર ઘટનાના આરોપીને ઝડપી પાડતી મરીન પોલીસ

26 May


મુંદરા - કચ્છઉદય : મુંદરા તાલુકાના ભદ્રેશર ગામના વાડી વિસ્તારમાં બનેલી અપહરણ અને દુષ્કર્મ જેવી ગંભીર ઘટનાના આરોપીને મુંદરા મરીન પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. 
આ ઘટનાની વિગત મુજબ, મુંદરા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. ઝાલાના નેતૃત્વમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.કે. પરમાર અને તેમની ટીમ દ્વારા આ ગંભીર ગુનાના આરોપીને પકડવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસ દ્વારા બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી મુબારક આમદ હાલેપોત્રા (ઉંમર વર્ષ ૪૦, રહેવાસી સાડાઈ, તા. ભુજ) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. ઝાલા, પીએસઆઈ વાય.કે. પરમાર તથા હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ એ. વજીર, રમેશભાઈ આઈ. રબારી અને હરીભાઈ ડી. ગઢવી સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.
--------- 

Comments

COMMENT / REPLY FROM