Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિ.પં.ના નવનિયુક્ત પ્રમુખનું કર્મચારી સંકલન સમિતિ દ્વારા ભાવભર્યું સન્માન

26 May



 
ભુજ - કચ્છઉદય : ગુજરાત રાજ્ય કચ્છ જિલ્લા કર્મચારી સંકલન સમિતિ દ્વારા કચ્છ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ પ્રભાબેન હુણ (રબારી)નું શુભેચ્છા મુલાકાત યોજી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સમિતિના વિજયભાઈ ગોર, એમ. આઈ. બાયડ તથા હિતેશભાઈ ગોર દ્વારા પ્રમુખશ્રીને પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરી નવા કાર્યકાળ માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સમિતિના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, લોકશાહી વ્યવસ્થામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર એકબીજાના પૂરક છે. જ્યારે બંને સમન્વય સાથે કાર્ય કરે ત્યારે જ વિકાસને સાચો વેગ મળે છે. જનતાની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે લોકપ્રતિનિધિઓની સ્પષ્ટ દિશા અને કર્મચારી વર્ગની નિષ્ઠાપૂર્ણ કામગીરીનું સંયોજન અનિવાર્ય છે. નવનિયુક્ત પ્રમુખ પોતાના કાર્યકાળ દરમિયાન જનહિતને કેન્દ્રસ્થાને રાખી, પારદર્શક અને વિકાસલક્ષી વહીવટ દ્વારા કચ્છ જિલ્લાના સર્વાંગી વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે, એવી શુભેચ્છા સમિતિ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. કર્મચારી સંકલન સમિતિએ આશા વ્યક્ત કરી હતી કે, લોકપ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર વચ્ચેના સુમેળથી વિકાસના નવા આયામો સ્થપાશે અને નાગરિકોને વધુ અસરકારક તથા ગુણવત્તાસભર સેવાઓ પ્રાપ્ત થશે. 
-----

Comments

COMMENT / REPLY FROM