Trending News
સ્થાનિક સમાચાર

અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ ના  કેન્દ્રમાં મોદી સરકાર ને ૧૨ વર્ષ પૂર્ણ નિમિતે જિલ્લા ભાજપ દવારા વિવિધ કાર્યક્રમોનું આયોજન

26 May



પ્રદેશ ભાજપ દવારા વર્ચ્યુઅલ બેઠક માં આગામી કાર્યક્રમો અંગે માહિતગાર કરાયા

કેન્દ્ર માં ભારતીય જનતા પાર્ટી ની સરકાર ને ૧૨ વર્ષ પૂર્ણ થતા હોઈ અને માન. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે સૌથી વધુ લાંબા સમય સુધી નિરંતર નિર્વાચિત રહેવા વાળા પ્રધાનમંત્રી બનશે ત્યારે સમગ્ર ગુજરાતમાં આ નિમિતે વિવિધ કાર્યક્રમો કરવાનું આયોજન ઘડી કાઢવા આજરોજ કચ્છ કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વર્ચ્યુઅલ બેઠકમાં આગામી જૂન મહિનામાં વિવિધ કાર્યક્રમો કરવા માટે પ્રદેશના આગેવાનો દવારા માહિતી અપાઈ હતી.

માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી ના નિર્દેશાનુસાર અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ ના પૂર્ણ થવાના શુભ અવસર પર આગામી તા. ૫ જૂન થી ૨૧ જૂન સુધી વિવિધ કાર્યક્રમો ને સફળતા પૂર્વક પાર પાડવા આયોજન ઘડી કાઢવા જણાવ્યું હતું.

જિલ્લા ભાજપ દવારા આગામી દિવસોમાં પ્રેસ કોન્ફરન્સ યોજી ૧૨ વર્ષ માં સરકારે દવારા થયેલ વિકાસ અને જનકલ્યાણના કામો ની માહિતી આપવામાં આવશે.


ભુજ : ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે એક પેડ માં કે નામ અંતર્ગત મોટી સંખ્યામાં વૃક્ષો રોપવામાં આવશે અને નવી પેઢી માટે આ વૃક્ષો નું જતન કરવા પ્રેરવામાં આવશે.વિશેષ જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત પ્રત્યેક સાંસદસભ્યો પોતાના લોકસભા ક્ષેત્રની દરેક વિધાનસભામાં ૧-૧ દિવસ પ્રવાસ કરશે તથા દરેક ધારાસભ્યો પોતાની વિધાનસભાના દરેક મંડળમાં ૧-૧ દિવસનો પ્રવાસ કરશે અને તેમની સાથે પક્ષના કાર્યકર્તાઓ તેમજ આગેવાનો જોડાશે.આ ઉપરાંત જિલ્લાના આગેવાનો ના દેખરેખ અને માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે સંપર્ક કાર્યક્રમ,પ્રગતિ પથ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ અભિયાન, જનકલ્યાણ શિબિર, મોદી સરકાર ની ઉપલબ્ધીઓનું પ્રદર્શન, કિશાન મોરચા દવારા જિલ્લા સ્તરે  પ્રાકૃતિક ખેતીની વિશાળ કાર્યશાળા નું આયોજન અને ૨૧ જૂને મહિલા મોરચા દવારા આંતરરાષ્ટ્રીય યોગદિવસ ની ઉજવણી સહિતના કાર્યક્રમો કરવામાં આવશે આ તમામ કાર્યક્રમોમાં ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ ઉપરાંત સામાજીક સંસ્થાઓ, સામાજીક આગેવાનો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, સેવાકીય સંગઠનો ને જોડવામાં આવશે અને સારી સેવાકીય અને જન ઉપયોગી પ્રવૃત્તિ સાથે જોડાયેલ સંસ્થાઓ, વ્યક્તિઓના સન્માન કરવામાં આવશે.કચ્છ કમલમ્‌, ભુજ ખાતે આયોજિત બેઠકમાં કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ પ્રભારી શ્રી ફલજીભાઈ ચૌધરી,પ્રદેશ ભાજપ કારોબારી સદસ્ય અરજણભાઈ રબારી,ધારાસભ્યશ્રી પ્રધુમનસિંહ જાડેજા, મહામંત્રીઓ શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી હિતેશભાઈ ખંડોર, શ્રી ભીમજીભાઈ જોધાણી, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, પારૂલબેન કારા,પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી ગુલામ બારાચ,જિલ્લા ભાજપ ના હોદેદારો, મોરચાના પ્રમુખ મહામંત્રીઓ,તેમજ અપેક્ષિત હોદ્દેદારોએ વર્ચ્યુઅલી માર્ગદર્શન મેળવ્યું. બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યાં તથા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લાના હોદ્દેદારશ્રીઓ વર્ચ્યુઅલી જોડાયા હોવાનું ક્ચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરા ની યાદીમાં જણાવાયું હતું.

Comments

COMMENT / REPLY FROM